Saturday, May 2, 2026
HomeGujaratAhmedabadરાકેશ મહેતાની હત્યાના આરોપી પેરોલ રજા પરથી ફરાર મોન્ટુ નામદારને ઝડપી પાડતી...

રાકેશ મહેતાની હત્યાના આરોપી પેરોલ રજા પરથી ફરાર મોન્ટુ નામદારને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: એક વર્ષ અગાઉ અમદાવાદના (Ahmedabad) ખાડિયા વિસ્તારમાં ભાજપ કાર્યકર રાકેશ મહેતાની હત્યાના આરોપી મોન્ટુ નામદારને (Montu Namdar) પકડી પાડવામાં ક્રાઈમ બ્રાંચને (Crime Branch) સફળતા મળવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આજથી એક વર્ષ અગાઉ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભાજપ કાર્યકર્તા રાકેશ મહેતાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ભાજપ કાર્યકર રાકેશ મહેતાની હત્યા મોન્ટુ નામદાર દ્વારા કરવામાં આવી હતી. પોતાના પુત્રની હત્યા થવાની શંકાએ મોન્ટુ નામદારે બોબી ઉર્ફે રાકેશ મહેતાની હત્યા કરી હોવાની વાત સામે આવી હતી. ઘટનાને પગલે પોલીસે મોન્ટુ નામદરા અને તેની સાથેના અન્ય આરોપીઓને પકડી હત્યા મુજબનો ગુનો દાખલ કરી જેલહવાલે કર્યા હતા. મોન્ટુ નામદારને અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના આરોપી તરીકે રાખવામા આવ્યો હતો. ત્યારબાદ જાપ્તા સાથે મુદત તારીખે જતી વેળાએ પોલીસ જાપ્તામાં આવેલા પોલીસ કર્મીઓ સાથે પાર્ટી કરવાની વાતો વહેતી થઈ હતી. તેમજ જેલના વહીવટી કારણોસર મોન્ટુ નામદારની નડીયાદ જીલ્લા જેલ ખાતે બદલી કરવામાં આવી હતી. મોન્ટુ નામદારે નડિયાદ જેલમાં રહીને વકીલ મારફતે કોર્ટમાં પેરોલ માટે અરજી કરી હતી. કોર્ટે મોન્ટુ નામદારની પેરોલ રાજા મંજૂર કરી હતી.

- Advertisement -

કોર્ટે પેરોલ રાજા મંજૂર કરતાં મોન્ટુ નામદાર પેરોલ રજા પર બહાર આવ્યો હતો અને પરોલ રજાના દિવસો પૂરા થવા છતાં નડીયાદ જેલ પર હાજર થયો ન હતો. જેથી મોન્ટુ નામદાર સામે 51(b) ફરિયાદ સબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને મોન્ટુ નામદારને પકડી પાડવાના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ આરોપી મોન્ટુ નામદારને ખડપી પાડવા જોડાઈ હતી. ફરાર મોન્ટુ નામદારને ઝડપી પાડવા સાયબર ક્રાઈમની બે ટીમો કામ કરી રહી હતી. સાયબર ક્રાઈમની ટીમ દ્વારા સતત મોન્ટુ નામદાર પર વોચ રાખવા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ટેકનિકલ એનાલિસિસને આધારે જ સાયબર ક્રાઈમને મોન્ટુ નામદારને રાજસ્થાનથી પકડી પાડવામાં સફળતા મળી છે. મોન્ટુ નામદારને હાલ ફરીથી નડિયાદ જીલ્લા જેલમાં મોકલવામાં આવ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular