Monday, January 20, 2025
HomeGujaratAhmedabadમકાન ખાલી કરવાનું દબાણ અસહ્ય બન્યું, ઝેરી દવા ગટગટાવી એક વ્યક્તિએ જીવન...

મકાન ખાલી કરવાનું દબાણ અસહ્ય બન્યું, ઝેરી દવા ગટગટાવી એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: દેશમાં અને ગુજરાતમાં જીવન ટૂંકાવવાની વાત સામાન્ય બની ગઈ છે. કોઈ એવી બાબતનું દબાણ અથવા ચિંતા વ્યક્તિને અંતિમ પગલાં તરફ દોરી જાય છે. જીવન ટૂંકાવવું સમસ્યાનું સમાધાન છે તેમ માની અનેક લોકો આ વિકલ્પને પસંદ કરે છે અને અંતે દુનિયાને અલવિદા કરી જાય છે, ત્યારે અમદાવાદના (Ahmedabad) નિકોલમાં ઘર ખાલી કરવાના દબાણ વચ્ચે એક વ્યક્તિએ જીવન ટૂંકાવી દેવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા કિરણ ભૂત નામના 45 વર્ષીય વ્યક્તિએ દવા ગટગટાવી જીવન ટૂંકાવી દીધું છે. કિરણ ભૂતે 2 દિવસ અગાઉ દવા ગટગટાવી હતી. જ્યારે આજે કિરણ ભૂતનું મૃત્યુ થયું છે. કિરણ ભૂતના ભાડાના મકાનમાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે. આ સ્યૂસાઈડ નોટમાં ભાડાનું મકાન ખાલી કરવાનું દબાણ કરવામાં આવતું હોવાનું તથા પિતા અને પુત્રને જેલભેગા કરવાની ધમકી આપવાની વાત કરવામાં આવી છે. મકાન ખાલી કરવાનું દબાણ અને જેલહવાલે કરવાની ધમકી જેવા ત્રાસથી કંટાળીને કિરણ ભૂતે જીવન ટૂંકાવવાની વાત સામે આવતા આજુબાજુના રહીશોમાં ખળભળાટ મચી ગયો છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, હાલમાં એક જ પરિવારના 7 સભ્યોએ સામૂહિક રીતે જીવન ટૂંકાવતાં હાહાકાર મચી ગયો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular