Friday, April 17, 2026
HomeNavajivan CornerLink In Bioફકીરરૂપી ગાંધી હંમેશા માનવજાત વચ્ચે પ્રસ્તુત જ રહેશ, ગાંધી મંદિર બનાવી દિવસમાં...

ફકીરરૂપી ગાંધી હંમેશા માનવજાત વચ્ચે પ્રસ્તુત જ રહેશ, ગાંધી મંદિર બનાવી દિવસમાં ત્રણ વાર પૂજા કરતાં અનુયાયીઓની અનોખી વાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મેંગલુરુ: આજે ભારત માટે એક ખાસ દિવસ છે. ભારતમાં એક ફકીરનું આગમન દુનિયાને એક નવી તેમજ દોષમુક્ત ફિલસૂફી પ્રદાન કરી ગયું. દેશ જ્યારે આજે એ ફકીરની જન્મજ્યંતિ ઉજવી તે ગાંધી આજે પણ આપણા સૌની સમક્ષ તથા દુનિયા સમક્ષ કેટલો પ્રસ્તુત છે તેની ખબર આજની અજંપાભરી પરિસ્થિતિ દ્વારા પ્રદર્શિત થઈ જાય છે. તે ફકીર વિષે કોઈપણ પ્રકારની ટીપ્પણી કરતાં પહેલાં શું આપણે ગાંધીને ખરા અર્થમાં જાણી શક્યા છીએ તે બાબતે પોતાના આત્મા સાથે પરાવિમર્શ ખૂબ જરૂરી બની જાય છે. ત્યારે મેંગલુરુમાં અનુયાયીઓ દ્વારા ગાંધી મંદિર બનાવવામાં આવ્યું છે સાથે આનુયાયીઓ દિવસમાં ત્રણ વખત મંદિરમાં પૂજા કરે છે.

ભારતને તથા આખી દુનિયાએ ગાંધીએ શું આપ્યું? ગાંધી આજે પણ કેટલા અંશે પ્રસ્તુત છે? લોકો પર ગાંધી એટલો બધો પ્રભાવ કેમ પાડી શક્યા કે આજે પણ રાજકારણીઓ ગાંધીના નામે વોટ ખેંચી શકે છે તે બાબતે વાત કરીશું.

- Advertisement -

ગાંધી એક એવા પરિવારમાં જન્મ્યા જ્યાં ગાંધીના પિતાજી દીવાન તરીકે ફરજ બજાવે છે તથા માતા પૂતળીબાઈ ધાર્મિક કાર્યોમાં રત રહે છે. બાળસહજ રીતે જ આ મોહનિયા પર મિત્રોની સંગતની નકારાત્મક અસર પણ થાય છે. નકારાત્મક અસર એટલા માટે કહી શકાય કારણ કે, બાળપણમાં મોહનિયાએ છૂપી રીતે બીડી પણ પીધી છે, માતા-પિતા સાથે ખોટું બોલીને માંસાહાર પણ કર્યો છે તથા ચોરી પણ કરી છે. પરિવારના ધાર્મિક વાતાવરણ વચ્ચે મોહનનું ખોટું બોલવું, ચોરી કરવી વગરે બાબતો મોહનને કઈ દિશામાં લઈ જશે? આ પ્રકારની નકારાત્મક બાબતો વચ્ચે માતાપિતા પાસેથી મોહનને ધાર્મિક સંસ્કાર પણ મળ્યા હતા. સંજોગોવશાત મોહન તેના મિત્રો સાથે એક નાટક જુએ છે. “સત્યવાદી હરીશ્વચંદ્ર” નાટકનો મોહન પર ગજબનો પ્રભાવ પડે છે. “સત્યવાદી હરીશ્વચંદ્ર” નાટક જોયા બાદ ગાંધીનો અભિગમ એટલી હદે હકારાત્મકતામાં ફેરવાય છે કે, તેની કલ્પના કરવી પણ સામાન્ય વ્યક્તિ માટે કદાચ અશક્ય થઈ પડે. મોહનને પોતાના પર જ ધિક્કાર ઉપજે છે. “સત્યવાદી હરીશ્વચંદ્ર” નાટક બાદ મોહને અનુભવેલી માનસિક ગડમથલ મોહનને “મહાત્મા” સુધી લઈ જાય છે.

સંઘર્ષ વચ્ચે મોટાભાઈની મદદ સાથે મોહને ઈંગ્લેન્ડમાં જઈ બેરિસ્ટરી પૂરી કરી. બેરીસ્ટરી પૂરી કર્યા બાદ ગાંધીને દક્ષિણ આફ્રિકા જવાનું થાય છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીનું કામ માત્ર તરજુમો કરવાનું હતું. પણ શેઠ અબ્દુલ્લાના કેસ માટે આવેલા ગાંધીએ આફ્રિકામાં પોતાની એવી છાપ ઊભી કરી કે, દક્ષિણ આફ્રિકામાં વસેલા ભારતીયો ગાંધીને એક નેતા, દિશાદર્શક તરીકે જોવા લાગ્યા. ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોના ઘણાબધા પ્રશ્નો સાથે બ્રિટીશરો સાથે રજૂઆતો કરી. ભારતીયોના પ્રશ્નો કોર્ટ સુધી લઈ ગયા. ગાંધીની રજૂઆત અને માંગ એટલી સચોટ અને સ્પષ્ટ હતી કે, ગાંધીને મોટાભાગના કેસોમાં વિજય પ્રાપ્ત થયો. અહી એ વાત નોંધવા જેવી છે કે, કોર્ટમાં ન્યાય કરનાર ન્યાયાધીશ કોણ છે. ન્યાયાધીશ બીજું કોઈ નહી પરંતુ ગમે તે કોઈ બ્રિટીશર છે.

દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા સ્ટેશન પર ગાંધીને જે પ્રકારે રંગભેદ બાબતે હડધૂત કરવામાં આવે છે અને રેલવેના ડબ્બામાંથી અપમાનિત કરી ધક્કો મારી ઉતારી પાડવામાં આવે છે કદાચ આ બાબત પણ ગાંધીને મહાત્મા સુધી લઈ જવા માટે કારણભૂત હોઈ શકે. પોતાના સાથે જે પ્રકારે અન્યાય થયો છે તો જે લોકો રોજ આ પ્રકારના અન્યાયને કેવી રીતે સહન કરી શકતા હશે. આ પ્રકારે ગોરા લોકોથી અપમાનિત થયા બાદ કેવા પ્રકારના માનસિક સંઘર્ષનો સામનો કરતાં હશે તે બાબતે ગાંધીએ ખૂબ જ ઊંડાપૂર્વકનું મનોમંથન કર્યું, ગાંધી એ નિષ્કર્ષ પર આવ્યા કે, અન્યાયને કોઈ રીતે સાંખી લેવાય નહીં અને આ સાથે જ ગાંધીએ રંગભેદ સામે બંદ પોકાર્યું. દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીય ગિરમીટીયાના પ્રશ્નો, રંગભેદના પ્રશ્નો તથા જે અધિકારોથી ભારતીયોને વંચિત રાખવામાં આવ્યા હતા તે તમામ પ્રશ્નોનું બીડું ગાંધીએ ઝડપ્યું.

- Advertisement -

ગાંધીના જીવનમાં એક રશિયન લેખક લીયો ટોલ્સટોયના પુસ્તક “અન ટુ ધીસ લાસ્ટ” પુસ્તકનો પણ ઘેરો પ્રભાવ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ ગાંધીએ ભારતની દારુણ પરિસ્થિતિ જોઈ. ગાંધીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેએ ગાંધીને ભારત ફરી લેવા તથા ભારતના લોકોની દારુણ પરિસ્થિતિ વિષે જાણી લેવા અનુરોધ કર્યો. રાજકીય ગુરુ ગોખલેના અનુરોધ પર ગાંધીએ દેશાટન કર્યું અને દેશાટન બાદ ગાંધીને ભારતની કંગાલિયતના દર્શન થયા. તે જ સમયે ગાંધીએ પોતાની વેશભૂષામાં આમૂલ ફેરફારો કર્યા. મારો ભાઈ જ્યારે શરીર પર પૂરતું કપડું પણ પામતો ન હોય ત્યારે હું શુટ બુટ કેમ પહેરી શકું. આ પ્રકારની પરિસ્થિતી વચ્ચે ગાંધીએ પોતડી ધારણ કરી અને જીવન પર્યટ પોતડીધારી જ બની રહ્યા.

ગાંધીએ સત્ય અને અહિંસાને પોતાના આત્મા કહ્યા છે. કોઈને પણ શારિરીક, માનસિક હાનિ પહોંચે ગાંધી તેને હિંસા કહેતા અને સત્ય વિના હું એક ક્ષણ પણ જીવી ન શકું એટલી હદે સત્યને વળગી રહેતા. અન્યાય સામે કોઈપણ ભોગે લડી લેવાની તૈયારી રાખનાર અને લડી લેનાર ગાંધીની લડવાની વ્યાખ્યા શું હતી. ગાંધી હંમેશા કહેતા કે, જ્યારે તમે તમારી વ્યાજબી માંગ સાથે કોઈને પણ કોઈ પ્રકારની હાનિ પહોંચાડયા વગર અહિંસક આંદોલન કરો છો તો તમારી જીત નક્કી છે. પણ સવિનય કાનૂન ભંગમાં સામા પક્ષ પ્રત્યે કોઈ જ પ્રકારનો દ્વેષ ન હોય, તથા સામાવાળાને પણ પોતાનો જ ભાઈ માનવાની માનસિક તૈયારી હોય તો જ અહિંસક આંદોલન થઈ શકે.

જીવનમાં પોતે જે ઈચ્છે તે તમામ ભૌતિક સુવિધાઓ મેળવવાની લાયકાત ધરાવનાર ગાંધીએ ભારત માટે ફિરંગીઓ સામે એ પ્રકારનો મોરચો માંડ્યો કે, આખરે ફિરંગીઓએ ભારત છોડવું પડ્યું. આઝાદ ભારતનું ગાંધીનું સપનું અમુક અંશે પૂર્ણ થયું. અધૂરું એટલા માટે કારણ કે, આઝાદ ભારતની ગાંધીની વ્યાખ્યા જુદી જ હતી. જ્યાં રામ રાજ્ય હોય, છેવાડાના માનવીને પણ કોઈ પ્રકારની તકલીફ ન હોય, જરૂરિયાત મુજબ દરેકને દાણો પાણી મળી રહે તથા ભારત દુનિયા માટે માર્ગદર્શકરૂપ થઈ પડે તે આઝાદ ભારતની ગાંધીની કલ્પના હતી. શું આ આજે ગાંધીએ કલ્પેલી આઝાદી ભારત ભોગવી રહ્યું છે? આપણે દુનિયાનો તો ઠીક પણ પડોશીનો પણ વિચાર કરીએ છીએ?

- Advertisement -

ત્યારે ગાંધીએ આપણને આદર્શો આપ્યા છે, સિદ્ધાતો આપ્યા છે તથા મૂલ્યો સાથે તેનું વાહન કરવાની જવાબદારી આપી છે. આજના આધુનિક સમયમાં અને આવનારા ભવિષ્યમાં પણ દુનિયાને ગાંધીના આદર્શો અને સિદ્ધાતો પર આગળ વધ્યા સિવાય છૂટકો નથી ત્યારે મેંગલુરુમાં આવેલા શ્રી ભ્રહ્મ બઈદર કલામાં ગાંધી અનુયાયીઓ દ્વારા ગાંધી મંદિર બનાવવામાં આવ્યું છે. ગાંધીના આ મંદિરમાં દિવસમાં ત્રણ વાર પૂજા કરવામાં આવે છે. સવારે 6 વાગ્યે , 12 વાગ્યે તથા સાંજે 7 વાગ્યે નિયમિતપણે પૂજા કરવામાં આવે છે. પૂજા કરવાની સાથે જ ગાંધી પ્રતિમાને રોજ દીવો પણ કરવામાં આવે છે. 1948માં ગાંધીની માટીની મુર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ 2006માં આ મંદિરમાં સંગેમરમરની મુર્તિ સ્થાપિત કરાઈ છે. ગાંધી અનુયાયીઓ આ મંદિરમાં સત્ય અને અહિંસા જીવનભર પાળવાના પ્રણ લે છે. ગાંધી જયંતીના દિવસે આ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

ગાંધીરૂપી ફકીર માટે મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, હાડમાંસનો બનેલો આવો કોઈ વ્યક્તિ દુનિયામાં અવતર્યો હશે તેમ આવનારી પેઢી કદાચ માની પણ નહીં શકે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular