Friday, April 17, 2026
HomeGujaratJamnagarજામનગર-કાલાવડ રોડ પર ટ્રેક્ટર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણ ના કમકમાટીભર્યા...

જામનગર-કાલાવડ રોડ પર ટ્રેક્ટર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણ ના કમકમાટીભર્યા મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar News : ગુજરાતમાં અકસ્માતને ભેટનારા અનેક લોકો જીવ ગુમાવી બેસે છે. વાહનચાલકની નાની ભૂલ કોઈના જીવન દીપ બુઝાવી નાખે છે. આવા અસંખ્ય અકસ્માતો (Accident) વચ્ચે જામનગર-કાલાવડ રોડ (Jamnagar – Kalavad Road) પર કાર અને ટ્રેકટર વચ્ચે ભયાનક અકસ્માત (Car And Tractor Accident) થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આજે મોડી રાત્રે જામનગર-કાલાવડ રોડ પર ભયંકર અકસ્માત થયો હતો. જામનગર થી કાલાવડ રોડ પર આવેલા મોટી માટલી પાસે કાર અને ટ્રેક્ટર અથડાતાં સૈયદ પરિવારના ત્રણ સભ્યો મોતને ભેટ્યા હતા. આ સાથે જ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા પણ પહોંચી હતી. ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ત્રણ લોકોને મૃત જાહેર કર્યા હતા. મોતને ભેટનાર ત્રણેય સભ્યો સૈયદ પરિવારના હતા.

- Advertisement -

અકસ્માતને પગલે સમાચાર મળતા મુસ્લિમ સમાજના આગેવાનો તથા સ્થાનિકો મોટી સંખ્યામાં જી. જી. હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. સૈયદ પરિવારના ત્રણ સભ્યો એકસાથે મોતને ભેટતાં સૈયદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જામનગર જિલ્લા મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશાબાપુ સિદ્દીકમિયાબાપુ મટારી તથા તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular