નવજીવન ન્યૂઝ. હૈદરાબાદ: CWC 2023: ભારતમાં ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવાને હવે ગણતરીના દિવસો આડે છે, ત્યારે પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ ભારતમાં રમવા અંગે આનાકાની બાદ આખરે વર્લ્ડકપમાં રમવા હૈદરાબાદ આવી પહોંચી છે. વર્લ્ડકપનું આયોજન જ્યારે ભારતમાં રમાવાનું નક્કી થયું ત્યારથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વેન્યુને લઈને મતમતાંતર થતાં રહ્યા હતા. અંતે ભારત સામે પાકિસ્તાને ઝૂકવું પડ્યું અને વર્લ્ડકપમાં ભાગ લેવા સહમત થવું પડ્યું. ત્યારે પાકિસ્તાની ટીમ વર્લ્ડકપમાં ભાગ લેવા હૈદરાબાદ પહોંચી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, 5 ઓક્ટોબરે ભારતમાં શરૂ થઈ રહેલા વર્લ્ડકપમાં ભાગ લેવા વિદેશી ટીમોનું ભારતમાં આગમન થઈ રહ્યું છે. ત્યારે પાકિસ્તાની ટીમ પણ હૈદરાબાદ ખાતે આવી પહોંચી છે. પણ ખાસ વાત એ છ કે, હૈદરાબાદ એરપોર્ટ ખાતે આવી પહોંચેલી પાકિસ્તાની ટીમના ક્રિકેટરોનું કેસરીઓ ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરીયો કેસ ભાજપનો ખેસ છે ત્યારે પાકિસ્તાની ક્રિકેટરોનું સ્વાગત કેસરીયો ખેસ પહેરાવીને કરવામાં આવતા ભાજપ ક્રિકેટમાં પણ રાજનીતિ કરી રહી હોય તેમ જણાય છે.
પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ પ્રથમવાર તો કેટલાક ખેલાડીઓ ઘણા સમય બાદ ભારતમાં રમશે. પાકિસ્તાની ખેલાડીઓમાં ભારતમાં રમવાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. પાકિસ્તાની બાબર આઝમ સહિત તમામ ખેલાડીઓના ગાળામાં કેસરીયો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની ટીમ 29 સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ સામે વોર્મ અપ મેચ રમશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








