Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadપતિએ પત્નીને પોસ્ટ મોકલી આપ્યા ત્રિપલ તલાક, પતિ સામે પત્નીએ નોંધાવી ફરિયાદ

પતિએ પત્નીને પોસ્ટ મોકલી આપ્યા ત્રિપલ તલાક, પતિ સામે પત્નીએ નોંધાવી ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ. દેશમાં વર્ષ 2019માં ત્રિપલ તલાકને રદ કરવામાં આવ્યું છે. ત્રિપલ તલાક દ્વારા મુસ્લિમ મહિલાઓને થતા અન્યાયને રોકવા સરકાર દ્વારા ત્રિપલ તલાકને અપરાધ તરીકે જોવાનું ઠેરવવામાં આવ્યું છે, ત્યારે આજે પણ કેટલાક પરણિત પુરુષો ત્રિપલ તલાક દ્વારા પત્નીથી ગેરકાયદેસર રીતે છુટકારો મેળવવા પ્રયાસ કરે છે. આવી જ ત્રિપલ તલાકની (Triple Talaq) એક ઘટના અમદાવાદમાં (Ahmedabad) સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, પતિએ પત્નીને ત્રણ વખત ત્રિપલ તલાક લખીને એક પોસ્ટ મોકલી છે અને પત્નીને તલાક આપી દીધા છે. બાપુનગરની આ પરણીતાને વર્ષ 2018 માં પતિ સાથે અસામાજીક પ્રવૃત્તિને લઈ ઝગડો થયો હતો. પરણિતાએ પતિએ પત્નીને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. સાથે જ 5 લાખનું દહેજ પણ પતિ દ્વારા માગવામાં આવ્યું હતું. જેથી પતિએ ગુજારેલ શારીરિક ત્રાસ બદલ પરણીતાએ પતિ સામે ફરિયાદ પણ નોંધાવી હતી.

- Advertisement -

પરણિતાના પતિ દ્વારા અલગ અલગ તારીખે તલાક તલાક લખી ત્રણ વાર ત્રિપલ તલાકનું લખાણ પોસ્ટ થકી મોકલવામાં આવ્યું હતું. ત્રીજીવાર મળેલી પોસ્ટ બાદ પરણીતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ મહિલાની ફરિયાદને આધારે પરણિતાના પતિ સામે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ત્રિપલ તલાક સરકાર દ્વારા વર્ષ 2019માં રદ કરવામાં આવ્યો છે. ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ વર્ષ 2019માં લોકસભા પછી રાજ્યસભામાંથી બહુમતિ સાથે પસાર થઈ ગયું હતું અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બન્યો હતો. હવેથી ત્રણ વખત ‘તલાક’ બોલીને પત્નીને છૂટાછેડા આપનાર પતિને મહત્તમ 3 વર્ષની સજા થઈ શકે છે. જો કોઈ પણ મુસ્લિમ પતિ તેની પત્નીને ત્રણ વખત ‘તલાક’ બોલીને છૂટાછેડા આપશે તો તે ગેર-કાયદે ગણાશે. એટલે કે, તેણે આપેલા તલાક માન્ય રહેશે નહીં. ત્રિપલ તલાક આપવા એ હવે બિનજામીનપાત્ર અને ગંભીર અપરાધ બની ગયો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular