Friday, June 5, 2026
HomeGujaratRajkotએમ. જે. કુંડલિયા કોલેજના પ્રોફેસરની PhD વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકત, કુલપતિનો સાત...

એમ. જે. કુંડલિયા કોલેજના પ્રોફેસરની PhD વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકત, કુલપતિનો સાત દિવસમાં કાર્યવાહીનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News : શાળામાં તથા કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓ શિક્ષકો પ્રોફેસરોને ગુરુનો દરજ્જો આપતા હોય છે. વિધાર્થી માટે શિક્ષકનું સ્થાન માતા પિતા સમાન હોય છે. ત્યારે સમાજ ઘડતરની જવાબદારી શાળાના શિક્ષકો પ્રોફેસરોને શિરે છે. શિષ્ય સાથે કોઈ શિક્ષક અથવા પ્રોફેસર અશ્લીલ હરકત કરે તે વાત માત્ર ધૃણા ઉપજાવનારી છે ત્યારે રાજકોટની (Rajkot) એમ. જે. કુંડલિયા કોલેજના (M.J.Kundaliya College) એક પ્રોફેસરે વિદ્યાર્થિની સાથે અભદ્ર માગણી (sexual harassment) કરવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટની એમ. જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર દ્વારા PhD કરી રહેલી વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકત કરવાના આક્ષેપ થયા હતા. ઓગષ્ટ 2023માં વિદ્યાર્થિની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, PhD વિદ્યાર્થિનીના ગાઈડ તરીકે રહેલા કોલેજના પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીએ વિદ્યાર્થિનીને નોકરી આપવાના આર્થિક પ્રલોભન સાથે વિદ્યાર્થિની પાસે અભદ્ર માગણી કરી હતી. વિદ્યાર્થિનીના આક્ષેપ મુજબ, પ્રોફેસર જ્યોતીન્દ્ર વ્હોટ્સએપ મેસેજ દ્વારા અભદ્ર માગણી કરતો હતો.

- Advertisement -

વિદ્યાર્થિનીએ કરેલા આક્ષેપોને ગંભીરતાથી લઈ યુનિવર્સિટીના કુલપતિએ તપાસ કરવા કમિટીની રચના કરી હતી. તપાસ માટે રચાયેલી કમિટીએ તપાસ પૂર્ણ કરી પોતાનો અહેવાલ કુલપતિને સોંપ્યો છે. કમિટીની તપાસમાં વિદ્યાર્થિનીએ કરેલા પ્રોફેસર સામેના આક્ષેપો પુરવાર થઈ રહ્યા છે. કમિટી દ્વારા પ્રોફેસરની વ્હોટ્સએપ ચેટ તથા અન્ય બાબતોની તપાસ કરતાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીને નોકરીનું આર્થિક પ્રલોભન આપી જાતીય સતામણી કરવાની વાત સામે આવી છે. કમિટી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને આધારે કુલપતિએ પ્રોફેસર સામે 7 દીવાસમાં કાયદાકીય પગલાં લેવાનો આદેશ પણ કર્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular