Monday, September 14, 2026
HomeNationalશું કેન્દ્ર સરકાર સંસદના વિશેષ સત્રમાં ઈન્ડીયાનું નામ ભારત કરવા જઈ રહી...

શું કેન્દ્ર સરકાર સંસદના વિશેષ સત્રમાં ઈન્ડીયાનું નામ ભારત કરવા જઈ રહી છે ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હીમાં યોજાઈ રહેલા G20 બાદ જ કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેને લઈને એક સપ્તાહથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ સંસદના વિશેષ સત્રમાં શું થશે તે અંગે માત્ર અટકળો જ ચાલી રહી છે, પરંતુ આજે મંગળવારે વધુ એક નવી વાત સામે આવી છે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દેશનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. G20 સમિટ (G20 Summit) પછી તરત જ કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર (Parliament’s special session) બોલાવ્યું છે. સંસદના વિશેષ સત્રમાં શું થશે તે અંગે માત્ર અટકળો ચાલી રહી છે.

G20ની બેઠક 9 અને 10 સપ્ટેમ્બર વચ્ચે દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકના ડિનરમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ કાર્ડ મોકલવામાં આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે, આમંત્રણ કાર્ડ પર President Of India ના બદલે President Of Bharat લખવામાં આવ્યું છે. વધુમાં તેમણે લખ્યું કે, સંવિધાનમાં અનુચ્છેદ 1ના પ્રમાણે INDIA જેને ભારત કહેવામાં આવે છે તે રાજ્યોનો એક સંઘ હશે, પરંતુ હવે આ રાજ્યોના સંઘ ઉપર પણ હુમલો થઈ રહ્યો છે.

- Advertisement -

સોમવારથી આના ઘણા સમાચાર આવ્યા કે, ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ભારતના બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ હટાવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, ‘ઈન્ડિયા’ શબ્દ ગુલામીનો પર્યાય છે અને તેને બંધારણીય સુધારા દ્વારા દૂર કરવો જોઈએ. નરેશ બંસલે પણ હરનાથ સિંહ જેવી જ વાત કહી છે. આ સાંસદો માને છે કે, કોઈ દેશના બે નામ હોઈ શકે? આ સાંસદો એમ પણ માને છે કે ઈન્ડિયા ગુલામીનું પ્રતિક છે. જ્યારે ભારત આપણા વારસાની ઓળખ છે. જે દેશનું નામ બદલવાની લાગણી દર્શાવે છે. હવે મંગળવારે સવારે તે સામે આવ્યું કે, ભારતના પ્રેસિડેન્સી G20 એ નવું હેન્ડલ G20 ભારત લોન્ચ કર્યું છે. આ G20નું વધારાનું X એકાઉન્ટ હશે. આ હેઠળ, G20 સંબંધિત ટિપ્પણીઓ અને માહિતી ભારતના (Bharat) સત્તાવાર નામે જારી કરવામાં આવશે.

બીજા સમાચાર એ પણ છે કે, રાષ્ટ્રપતિ ભવન તરફથી 9 સપ્ટેમ્બરે G20 ડિનર માટે મોકલવામાં આવેલ આમંત્રણ પત્ર પણ ‘ભારતના રાષ્ટ્રપતિ’ના નામે મોકલવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધી સામાન્ય વ્યવહારમાં આ માટે માત્ર INDIAના પ્રેસિડેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોંગ્રેસ સાંસદે લખ્યું કે, ‘તો આ સમાચાર ખરેખર સાચા છે… રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે G20 ડિનર માટે ‘INDIAના પ્રેસિડેન્ટ’ને બદલે ‘ભારતના પ્રેસિડેન્ટ’ના નામથી આમંત્રણ મોકલ્યું છે. આ વાતને સમર્થન આપતાં આમંત્રણ પત્રની તસવીર પણ સામે આવી છે. આ આમંત્રણ એક મંત્રીના નામે આવ્યું છે.

INDIA નામને લઇને વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિપક્ષની 28 પાર્ટીઓએ મળીને એક ગઠબંધન કર્યું. ગઠબંધનની પહેલી બેઠક 18 જુલાઈના રોજ બેંગલુરુમાં થઈ હતી. જેમાં આ ગઠબંધનનું નામ INDIA (ભારતીય નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ) નામ આપવામાં આવ્યું હતું. આ પછી ભાજપે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ તેને INDIA ને બદલે ઘમંડી ગઠબંધનનું નામ આપ્યું.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular