નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) સચિન GIDC વિસ્તારમાંથી એક દુર્ઘટના સામે આવી છે. જે દુર્ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય એક શ્રમિકોની હાલત ગંભીર હોવાથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. માલસમાન લિફ્ટમાં ચઢાવતી વખતે અચાનક લિફ્ટ તૂટી જતા આ ત્રણેય શ્રમિકો પર પડી હતી. લિફ્ટ નીચે દટાઈ જતા ત્રણ શ્રમિકોમાંથી બેનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ સચિન GIDC પોલીસને (Surat Police) થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન GIDC વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે મધુરમ ઈન્ડસ્ટ્રીઝમાં શ્રમિકો દ્વારા ડાઈનિંગનો માલસમાન લિફ્ટ મારફતે ઉપરના માળે પહોંચાડવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન લિફ્ટમાં કોઈ ખામી હોવાથી લિફ્ટ ઉપર જતા સમયે અચનાક નીચે કામ કરી રહેલા ત્રણ જેટલા શ્રમિકો પર ધડામ લઈને પડી હતી. ત્રણેય શ્રમિકો લિફ્ટ નીચે દટાઈ જતા તેમણે બૂમાબૂમ કરી હતી. ઘટનાને લઈ આસપાસના શ્રમિકો પણ ઘટનાસ્થળે મદદે દોડી આવ્યા હતા અને શ્રમિકોનું રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ લોકોએ એમબ્યુલેન્સને જાણ કરતા એમ્બ્યુલેન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગંભીરરીતે ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે શ્રમિકોએ ગંભીરઈજાને પગલે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધા હતા. જ્યારે અન્ય એક શ્રમિકની હાલત હજી ગંભીર હોવાનું માનવમાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ સચિન GIDC પોલીસની ટીમને થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આ કેસમાં FSLની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. તેમજ આ મામલે મૃતકના પરિવારોને પણ જાણ કરવામાં આવી છે.
મૃતકના નામ
સંદીપ જે ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.
ધર્મેશ જે બિહારનો રહેવાસી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








