Thursday, April 30, 2026
HomeGujaratSuratઇલેક્ટ્રિક હીટર થી કરંટ લાગતા બાળકનું મોત, માતા-પિતાએ ચિરાગ ગુમાવ્યો

ઇલેક્ટ્રિક હીટર થી કરંટ લાગતા બાળકનું મોત, માતા-પિતાએ ચિરાગ ગુમાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News : સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિચિત્ર પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માત, હત્યા અને આગ જેવી ઘટનાઓ સતત બનતી રહે છે, ત્યારે આઠ વર્ષના બાળકને ઈલેકટ્રીક હીટરથી પાણી ગરમ કરવા જતાં કરંટ (Electric current) લાગ્યો હોવાથી બાળકનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ, સુરતના સગરામપુરા તલાવડી વિસ્તારમાં રહેતા આઠ વર્ષના બાળકને કરંટ લાગવાણી ચોંકાવનારી ઘટના બની છે. 8 વર્ષનો મોહમ્મદ આકીબ ધોરણ-3નો વિદ્યાર્થી માતા-પિતાનો એકનો એક પુત્ર અને બે બહેનોનો ભાઈ હતો. ઇલેક્ટ્રીક હીટરથી પાણી ગરમ કરતી વેળાએ પોતાનો હાથ ડોલમાં નાખતા કરંટ લાગ્યો હતો. જેથી બાળકનું મૃત્યુ થયું છે.

- Advertisement -

બાળકના પિતાએ આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે, ઘટના રવિવારે સાંજે 09 વાગ્યાની આસપાસ બની છે. હું અકીબને લઈ વાળ કપાવવા બહાર ગયો હતો. પણ તે મારી પાસેથી 10 રૂપિયા લઈ ઘરે પરત ફર્યો હતો. થોડી વારમાં ફોન આવ્યો કે, આકીબને કરંટ લાગ્યો છે. તાત્કાલિક આકીબને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ડોક્ટરે આકીબને મૃત જાહેર કર્યો હતો. બે દીકરી બાદ ભગવાને એક દીકરો આપ્યો હતો, જે પણ છીનવાઈ જતાં માતા-પિતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular