નવજીવન ન્યૂઝ. વલસાડ: Valsad News: ગુજરાતમાં અને દેશમાં દુષ્કર્મના અનેક કિસ્સાઓ નોંધાતા હોય છે. દુષ્કર્મમાં પીડિતાના શરીર કરતાં આત્મા પર વધારે આઘાત પહોંચે છે. ત્યારે કોઈ દીકરી પર પોતાનો પિતા જ દુષ્કર્મ કરે તો દીકરીની માનસિક પરિસ્થિતિની કલ્પના કરવી પણ રૂવાડા ઊભા કરી દે છે. આવી જ એક ઘટના વલસાડમાં (Valsad) બની છે. પોતાની સગી દીકરી પર જ એક પિતાએ દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, એક પિતા અને પુત્રીના સબંધને શર્મસાર કરતો કિસ્સો વલસાડના વાપીમાં (Vapi) સામે આવ્યો છે. જેમાં એક પિતા દ્વારા સગી દીકરીનું છ વર્ષ સુધી શોષણ કરવાની વાત સામે આવી છે. પિતા દ્વારા જ પુત્રી પર દુષ્કર્મ કરવામાં આવતા સમગ્ર વાપીમાં ચકચાર મચી ગઈ છે. તેર વર્ષની થઈ ત્યારથી જ પિતાની હવસખોર નજર દીકરી પર હતી. દમણમાં પોતાની કંપની ચલાવતા ઉદ્યોગપતિ પિતાએ તેર વર્ષની ઉંમરથી જ સગી દીકરીને પોતાની હવાસનો શિકાર બનાવી હતી.
દીકરી પુખ્ત વયની થઈ ત્યારથી જ હવસખોર પિતા દ્વારા દીકરી પર જબરજસ્તી કરવામાં આવી હતી. દીકરી પર પિતા દ્વારા દુષ્કર્મની જાણ થતાં જ માતાએ દીકરીના પિતા અને પોતાના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હવસખોર પિતા પર વાપીના લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. પોલીસે (Valsad Police) પીડિતાની માતાની ફરિયાદને આધારે હવસખોર પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








