Monday, August 17, 2026
HomeGujaratRajkotસાળાએ બનેવીને કાળો કહેતા બનેવીએ ભાવિ સાળાનું કાંસળ કાઢી નાખ્યું, જાણો શું...

સાળાએ બનેવીને કાળો કહેતા બનેવીએ ભાવિ સાળાનું કાંસળ કાઢી નાખ્યું, જાણો શું છે ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: સામાન્ય કહી શકાય તેવી નજીવી બાબતમાં હત્યા થવાના બનાવો સતત સામે આવ્યા કરે છે, ત્યારે રાજકોટમાં (Rajkot) ભાવિ સાળા દ્વારા પોતાના ભાવિ બનેવીને કાળો છે તેમ કહેવું ભારે પડી ગયું છે. પોતાને કાળો કહેતા ભાવિ બનેવી સહિત છ વ્યક્તિઓ દ્વારા સાળાની ક્રૂર હત્યા કરવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના ન્યુ સાગર સોસાયટીમાં રહેતા મોહસીન સુમરાની બહેનની સગાઈ આજથી છ માસ પહેલા નૌહસાદ જાહિદ જોબન સાથે કરવામાં આવી હતી. પરંતુ મોહસીન પોતાના ભાવિ બનેવીને પસંદ કરતો ન હતો. મોહસીનને ભાવિ બનેવી નૌસાદ કાળો હોવાથી ગમતો ન હતો. બનેવી કાળો હોવાથી મોહસીને બહેનની સગાઈ તોડવાનું કહેતા નૌસાદ ઉશ્કેરાઈ ગયો હતો. પોતાના ભાવિ સાળાએ પોતાને કાળો કહેતા નૌસાદ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો હતો અને પોતાના પાંચ સાગરીતો સાથે મળી તેના ઘરમાં ઘૂસી જઈને ધોકાના ફટકા મારી ક્રૂર હત્યા કરી નાખી છે.

- Advertisement -

મૃતકના ભાઈ અયાન અબ્દુલ આદામાણીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં (Bhaktinagar Police Station) આરોપીઓ સામે હત્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ નૌસાદ સહિત હાજી સુમાર, મહમદ હાજી, નૌશાદ જાહિદ જોબન, એઝાઝ જાહિદ જોબન, મકબુલ સુલેમાન પતાણી અને પરાગ રમેશ કારેલિયાના આરોપી તરીકે નામ આપ્યા છે. ફરિયાદી અબ્દુલ આદામાણીના જણાવ્યા મુજબ પોતાની બહેનની સગાઈ છ માસ પહેલા નૌસાદ સાથે કરવામાં આવી હતી, પણ નૌસાદ રંગે રૂપે કાળો હોવાથી મોહસીનને તે ગમતો ન હતો. જેથી પોતાની બહેનની સગાઈ તોડવા બાઈક લઈ નૌસાદના ઘરે ગયા હતા. પોતાને કાળો હોવાથી સગાઈ તોડવાનું કહેતા નૌસાદ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના પાંચ સાગરીતો સાથે મળી ધોકાના અને લાકડીના ફટકા મારતા મોહસીન બેભાન થઈને જગ્યા પર ઢળી પડ્યો હતો. તાત્કાલિક મોહસીનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ મોહસીન મોતને ભેટયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીઓ સામે 302 મુજબ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા બે મહિનામાં હત્યાના સાત બનાવ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 36 કલાકમાં બે-બે હત્યાના બનાવથી એક સમયનું શાંત અને સલામત રાજકોટ શહેર ફરી રક્તરંજીત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાઓના પગલે પોલીસની કાયદો અને વ્યવસ્થાની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular