Wednesday, April 29, 2026
HomeGujaratપોલીસ દ્વારા જ પોલીસ સ્ટેશનમાંથી દારૂના બોટલોની ચોરી, મુદ્દામાલ પણ સુરક્ષિત નથી?

પોલીસ દ્વારા જ પોલીસ સ્ટેશનમાંથી દારૂના બોટલોની ચોરી, મુદ્દામાલ પણ સુરક્ષિત નથી?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દાહોદ: Dahod News: જ્યારે પણ કોઈ જગ્યાએ કોઈ વસ્તુની ચોરી થતી હોય છે ત્યારે ચોરી કોણે કરી છે અને કેવી રીતે કરી છે, તે શોધવાનું કામ પોલીસનું હોય છે. પરંતુ જ્યારે પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસની મદદથી ચોરી થાય તેવી વિચિત્ર કહી શકાય તેવી એક ઘટના દાહોદમાં (Dahod) સામે આવી છે. દાહોદના પિપલોદ પોલીસ સ્ટેશનમાં (Piplod Police Station) પોલીસની સંડોવણીથી મુદ્દામાલમાંથી 23 દારૂની બોટલોની ચોરી (Liquor bottles Theft) થવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ વિઝિલિન્સ દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાંથી 20 ઓગષ્ટના રોજ 44 લાખ રૂપિયાનો 916 બોટલ દારૂ પકડવામાં આવ્યો હતો. આ દારૂ પિપલોદ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં રાખવામાં આવ્યો હતો. પિપલોદ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલી 944 દારૂની બોટલમાંથી 23 બોટલની ચોરી થઈ હોવાનું દાહોદના SP રાજદીપસિંહ ઝાલાને બાતમી મળતા તેઓ તરત જ પિપલોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાની હાજરીમાં જ દારૂની બોટલની ગણતરી કરવામાં આવતા 23 બોટલ દારૂની બોટલ ઓછી હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

ઘટના અંગે લીમખેડાના DYSP વિશાખા જૈને માહિતી આપતા જણાવ્યું હતું કે, મુદ્દામાલ રૂમમાં રાખવામાં આવેલી દારૂની બોટલની ચોરી અંગેની માહિતી SP રાજદીપસિંહ ઝાલાને મળતા તેઓએ તરત જ બોટલોની ગણતરી કરાવી હતી, તેમાંથી 23 બોટલો ઓછી જણાતા તપાસના આદેશ આપ્યા હતા. CCTVના આધારે 15 લોકો સામે ચોરી સહિતની કલમો ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની ખાસ વાત એ છે કે, પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમામાંથી ચોરવામાં આવેલી દારૂની બોટલની ચોરીમાં પોલીસની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેમાં 15 આરોપીઓમાંથી 1 પોલીસ કોન્સેટેબલ, 7 GRD જવાન, 1 TRB જવાન, 2 મજૂર અને 4 અન્ય માણસો છે. કુલ 15માંથી 8 આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular