Thursday, April 16, 2026
HomeNationalChandrayaan 3: લેંડિંગ પહેલા ISROએ કમાન્ડ સેન્ટરની તસ્વીરો જારી કરી, લાઈવ ટેલિકાસ્ટ...

Chandrayaan 3: લેંડિંગ પહેલા ISROએ કમાન્ડ સેન્ટરની તસ્વીરો જારી કરી, લાઈવ ટેલિકાસ્ટ 5:20 વાગ્યે શરૂ થશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Chandrayaan 3: ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) આજે(બુધવારે) સાંજે ચંદ્રની સપાટી પર ઉતરશે. જો ચંદ્રયાન 3નું આમ કરવામાં સફળ થશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું છે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ સાંજે 6:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ-લેન્ડ થવાની સંભાવના છે.

ઈસરોએ ચંદ્રયાન-3 મિશનને લઈને તેના કમાન્ડ સેન્ટરની બે તસવીરો જાહેર કરી છે. ટ્વિટર(X) પર એક પોસ્ટમાં, ISROએ જણાવ્યું છે કે, લેન્ડર મોડ્યુલને લેન્ડ કરવાની પ્રક્રિયા 5.44 વાગ્યે શરૂ થશે. કમાન્ડ સેન્ટર તરફથી આદેશ મળ્યા બાદ લેન્ડર મોડ્યુલ તેના એન્જિન શરૂ કરશે અને મિશન ઓપરેશન ટીમ તેને સતત આદેશો મોકલશે. આ સમગ્ર પ્રક્રિયાનું લાઈવ ટેલિકાસ્ટ સાંજે 5.20 વાગ્યાથી શરૂ થશે.

- Advertisement -

ઈસરોના સ્થાપક વિક્રમ સારાભાઈના (Vikram Sarabhai) પુત્ર કાર્તિકેય સારાભાઈએ ચંદ્રયાન-3 મિશન પર પ્રતિક્રિયા આપતા કહ્યુંછે કે, “આ એક મોટો દિવસ છે. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ આ પૃથ્વી પરના કોઈપણ માટે તે એક અદ્ભુત બાબત છે કે, જે ચોકસાઈ સાથે આપણે ચંદ્રયાન-3 મોકલી શક્યા છીએ અને તે પણ આવી રીતે જે એક એવી પ્રક્રિયા જે અન્ય કરતા અલગ છે. વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં, આપણે ભૂલોમાંથી શીખીએ છીએ. માનવતા માટે આ એક મહાન બાબત હશે કારણ કે ચંદ્રની દક્ષિણ બાજુએ ક્યારેય કોઈ ઉતર્યું નથી.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular