Sunday, June 7, 2026
HomeGujaratAhmedabadજુનાગઢ રેન્જ IGને ખ્યાલ નથી DySP કક્ષાના અધિકારીની તપાસ તેના ઉપરી અધિકારીએ...

જુનાગઢ રેન્જ IGને ખ્યાલ નથી DySP કક્ષાના અધિકારીની તપાસ તેના ઉપરી અધિકારીએ જ કરવી જોઈએ: ગુજરાત હાઇકોર્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: જુનાગઢ (Junagadh) ખાતે આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ડ્રાયવર બ્રિજેશ લાવડીયાની આત્મહત્યા કેસમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલે જુનાગઢ પોલીસે (Junagadh Police) કાર્યવાહી નહીં કરતા મામલો હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ પહોંચ્યો હતો. હાઇકોર્ટે આ મામલે જુનાગઢના તત્કાલીન એસ.પી. રવિ તેજા વાસમ સેટ્ટીનો (sp ravi teja vasamsetty) પણ ઉધડો લેતા કાર્યવાહીના આદેશ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે તપાસ જુનાગઢ રેન્જ આઈ.જી. દ્વારા પોરબંદર સિટીના DySP નિલમ ગૌસ્વામીને સોંપવામાં આવી હતી. પરંતુ આ મામલે પણ હાઇકોર્ટે જુનાગઢ રેન્જ આઈ.જી.નો ઉધડો લેતા મહત્વનો આદેશ કર્યો છે.

જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા ડ્રાઈવર બ્રિજેશ લાવડીયાની આત્મહત્યા બાદ તેમના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, બ્રિજેશ લવાડીયાનું મૃત્યુ શંકાસ્પદ છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ. પરંતુ લાંબા સમય સુધી કોઈ તપાસ ન થતાં પરિવાર હાઇકોર્ટ પાસે ન્યાયની અપેક્ષાએ પહોંચ્યો હતો. ત્યાર બાદ હાઈકોર્ટે તત્કાલિન SP રવિ તેજા વાસમ સેટ્ટી અને સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરને કોર્ટમાં બોલાવીને તેમનો ઉધડો લીધો હતો અને જુનાગઢ પોલીસને આ કેસમાં યોગ્ય તપાસ કરવા આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ જુનાગઢ રેન્જ IG નિલેશ જાજડિયા દ્વારા આ કેસની તપાસ DySP નીલમ ગૌસ્વામીને સોંપવામાં આવી હતી.

- Advertisement -

આ કેસની તપાસ હાલ DySP નીલમ ગૌસ્વામી કરી રહ્યા છે, પરંતુ આ કેસમાં જેમની સામે આક્ષેપ લાગી રહ્યા છે તે DySP ખુશ્બુ કાપડિયા પણ સમાન રેંકના અધિકારી હોવાના કારણે આજે ફરીથી હાઈકોર્ટે જુનાગઢ પોલીસનો ઉધડો લીધો છે. ગુજરાત હાઈકોર્ટે આજે જુનાગઢ રેન્જ IGને કહ્યું હતું કે, DySP કક્ષાના અધિકારીની તપાસ બીજા DySP કક્ષાના અધિકારી કેવી રીતે કરી શકે. શું રેન્જ IGને આ બાબતનો ખ્યાલ નથી. સાથે જ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે, આ કેસની તપાસનું મોનિટરિંગ હવે પોરબંદર SPના કરશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular