Friday, June 5, 2026
HomeGujaratલુણાવાડામાં ચિલ્ડ્રન હોમમાંથી પોક્સોના ગુનામાં ભોગ બનેલી બે સગીરાઓ ગુમ થતાં ચકચાર

લુણાવાડામાં ચિલ્ડ્રન હોમમાંથી પોક્સોના ગુનામાં ભોગ બનેલી બે સગીરાઓ ગુમ થતાં ચકચાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહિસાગર: મહીસાગર (Mahisagar) જીલ્લામાં લુણાવાડા (Lunawada) વિસ્તારમાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી 2 બાળકીઓ ગુમ (Missing Girl) થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં કુલ 23 બાળકીઓ રહે છે, જેમાંથી 14 બાળકીઓ એવી છે કે જેમના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય અને તેમની દેખરેખ રાખવાવાળું કોઈ ન હોય. જ્યારે બીજી 9 બાળકીઓ એવી છે જેમણે કોઈને કોઈ ગુનામાં ભોગ બની હોય. આ ભોગ બની હોય તેવી 9 બાળકીઓમાંથી 2 બાળકીઓ ગુમ થઈ છે. આ અંગે લુણાવાડા પોલીસ (Lunavada Police) સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાથમિક જાણકારી મુજબ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે બાળકીઓ ગુમ થતાં પ્રોબેશન ઓફિસર અને તેમના સ્ટાફ દ્વારા બાળકીઓની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરતાં બાળકીઓ મળી આવવી ન હતી. જેથી પ્રોબેશન ઓફિસર શિલ્પા જોશીએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે અપહરણ અંગે ફરિયાદ નોંધીને બાળકીને શોધવા માટે તપાસ શરૂ કરી છે.

- Advertisement -

પોલીસ તરફથી મળતી માહિતી મુજબ, જે બંને બાળકીઓ ગુમ થઈ છે તે બંને બાળકીઓ પોક્સોના ગુનામાં ભોગ બની હતી. હાલ બંને બાળકીઓને લઈને અપહરણ અંગેની ફરિયાદ નોંધીને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular