નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ac Helmets for Traffic Police: અમદાવાદની ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) ગમે તેવી પરિસ્થિતી હોય લોકોની સેવામાં ઊભા રહેતા હોય છે. ઠંડી હોય, વરસાદ હોય કે પછી ગમે તેવી ગરમી હોય ટ્રાફિક પોલીસ સતત લોકોની મદદ કરવા આગળ રહે છે, ત્યારે હવે આ ટ્રાફિક પોલીસને પણ થોડા રાહતના સમાચાર મળે તેવો નિર્ણય DGP વિકાસ સહાય (Vikash Sahay) દ્વારા લેવામાં આવ્યો છે. આગામી સમયમાં ટ્રાફિક પોલીસને એક્ક ખાસ પ્રકારના હેલ્મેટ આપવામાં આવશે. આ હેલ્મેટમાં ACની (AC Helmet) સુવિધા હશે, જેથી ગરમીમાં પણ આ ટ્રાફિક પોલીસને ફરજ બજાવતા સમયે ગરમીથી રાહત મળી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસને સરકાર તરફથી વરસાદથી બચવા માટે રેઇનકોટ અને શિયાળામાં ઠંડીથી બચવા માટે જેકેટ કે સ્વેટર મળે છે, પણ ઉનાળામાં પોલીસને રોડ પર ગરમીમાં શેકાવું પડતું હોય છે. ત્યારે હવે ગુજરાતના DGPએ એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસને પ્રાથમિક ટેસ્ટિંગ માટે ત્રણ AC હેલ્મેટ આપ્યા છે. હાલ પોલીસ રોડ પર હેલમેંટ પહેરી ઉભી રહે તો કોઈ અગવડ પડે છે કે નહીં તેની ચકાસણી ચાલી રહી છે. અત્યારે ગ્રાઉન્ડ લેવલના નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરનગર ચાર રસ્તા પર એક-એક પોલીસ કર્મીને આ બેટરીથી ચાલતા AC હેલ્મેટ અપાતા પોલીસ બફારા અને ગરમીભર્યા વાતાવરણમાં રાહત અનુભવી રહી છે.
શું છે AC હેલ્મેટની ખાસિયત ?
AC હેલ્મેટ પોલીસના સામાન્ય હેલ્મેટની ડિઝાઇનવાળા જ હેલ્મેટ છે. પણ તેમાં ખાસિયત એ છે કે, તેમાં મૂકાયેલો પંખો ACની માફક હવા ફેંકે છે જેથી તેને AC હેલ્મેટ કહેવાય છે. આ હેલ્મેટ બેટરીથી ચાલે છે. જે બેટરીનો વાયર હેલ્મેટ સાથે જોડેયોલો હોય છે અને બેટરી એક કવરમાં હોય છે. જે ટ્રાફિક પોલીસે તેમના કમરે ભરાવી બાદમાં હેલ્મેટ પહેરવાનું રહે છે. પોલીસને ઠંડક મળવાની સાથે-સાથે આંખો અને નાક સુરક્ષિત પણ રહે છે. આંખ અને નાકમાં ધુળ, ધુમાડો કે તડકાની અસર ન રહેતા આ હેલ્મેટથી પોલીસનું સ્વાસ્થ્ય બગડતું અટકાવી શકાશે. કારણ કે હેલ્મેટમાં એક ગ્લાસ પણ આપ્યો છે જે નાક સુધીનો ચહેરો ઢાંકે છે. આ હેલ્મેટનું બેટરી બેકઅપ પણ સારું છે, ચાર્જ કર્યા બાદ અનેક કલાકો સુધી તેની બેટરી ચાલે છે.
આ બાબતે એક મીડિયા સંસ્થાન સાથે અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફીન હસને (DCP Safin Hasan) વાત કરતાં જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓને હેલ્મેટ અપાયા છે. ગુજરાતના DGP તરફથી અમદાવાદ ટ્રાફિક પોલીસને પ્રયોગિક ધોરણે આ AC હેલ્મેટ અપાયા છે, જે પોલીસ માટે ખૂબ સારી બાબત છે. ટ્રાફિક પોલીસને તે કેટલા ઉપયોગી અને ફ્લેક્સીબલ છે તે બાબતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરી જાણ કરવામાં આવશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








