Friday, June 5, 2026
HomeNationalલોકસભામાં વિપક્ષનું વૉકઆઉટ, પ્રધાનમંત્રી મણિપુર મામલે શું અને કેટલું બોલ્યા? વાંચો અહેવાલમાં

લોકસભામાં વિપક્ષનું વૉકઆઉટ, પ્રધાનમંત્રી મણિપુર મામલે શું અને કેટલું બોલ્યા? વાંચો અહેવાલમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ગતરોજ લોકસભામાં (Lok Sabha) રાહુલ ગાંધીના આકરા પ્રહાર બાદ આજરોજ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા પર સૌની નજર હતી. માનવમાં આવી રહ્યું હતું કે વિપક્ષની માગણી મુજબ પ્રધાનમંત્રી આજરોજ મણિપુરની હિંસા (Manipur Violence) મામલે નિવેદન કરશે. પરંતુ આજરોજ સાંજના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ભાષણમાં મણિપુર મામલે કોઈ ખાસ વાતના બદલે વિપક્ષ પર પ્રહારો અને ફરીથી 2024માં સરકાર બનશે તેવા ઈશારાની વાતો સાંભળવા મળી હતી. જેના કારણે વિપક્ષી દળોના સાંસદો દ્વારા વૉકઆઉટ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષના વૉકઆઉટ સુધીના સમયમાં પ્રધાનમંત્રીએ મણિપુર મામલે વાત કરી જ ન હતી પણ વૉકઆઉટ બાદ તેમને મણિપુરની ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ગતરોજ દેશની લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકારને મણિપુર હિંસા મામલે બરોબરની ઘેરી હતી તેમજ અદાણી અને મોદીના સબંધોની પણ વાત કરી હતી. જેના કારણે આજરોજ પ્રધાનમંત્રી મોદીના ભાષણ પર સૌ મીટ માંડીને બેઠા હતા. ત્યારે આજરોજ પ્રધાનમંત્રીએ લોકસભામાં આપેલા ભાષણમાં વિપક્ષના પ્રહારો અને આગામી સમયમાં પણ તેમની જ સરકાર બનશે તેવા વિશ્વાસથી વધુ કંઈ જોવા મળ્યું ન હતું. મહત્વની વાત છે કે પ્રધાનમંત્રીના મણિપુર મામલે કંઈ નહીં બોલવાના કારણે વિપક્ષી દળોના સાંસદોએ વૉકઆઉટ કર્યું હતું. પરંતુ તેમના વૉકઆઉટ કરતાની સાથે જ પ્રધાનમંત્રીએ મણિપુરના નામનો ઉલ્લેખ કરી શરૂઆત કરી હતી. છતાં પણ તેમના ભાષણમાં મણિપુરની ઘટના પર દુઃખ વ્યક્ત કરવા અને કાર્ય કરવાની તૈયારી બતાવવા સિવાય વધુ કંઈ સાંભળવા મળ્યું ન હતું.

- Advertisement -

પ્રધાનમંત્રીએ ભાષણના અંતમાં મણિપુરની ભયંકર હિંસા મામલે જણાવ્યું હતુ કે, મણિપુરમાં થતી ઘટનાઓનું દુઃખ છે પણ આપણે મળીને તેનું નિરાકરણ લાવવું જોઈએ. તેમણે ઉમેર્યુ હતું કે મણિપુર મામલે રાજકારણ નહીં કરતા મણિપુરના લોકોના દર્દની દવા કરવાનો આપણે રસ્તો કરવો જોઈએ. સાથે જ તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ મામલે જણાવ્યું કે હું અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારને પણ ધન્યવાદ આપું છું, અને તેના કારણે જ મને પણ આટલું બોલવાનો આજે મોકો મળ્યો છે. પરંતુ આ અવિશ્વાસનો પ્રસ્તાવ વિપક્ષે યોગ્ય રીતે તૈયારી કરીને રાખ્યો નથી.

સંસદની કાર્યવાહીના અંતે સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદ સભ્યોના મત મેળવી અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં બહુમતી મળતા પ્રસ્તાવ રદ કર્યો હતો. તદઉપરાતં આજરોજ લોકસભામાં સંસદીય કાર્યમંત્રી દ્વારા અધીર રંજન ચૌધરી દ્વારા સદનમાં અયોગ્ય વર્તન કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી તેમ જણાવતા અધીર રંજન ચૌધરીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે પ્રસ્તાવ બહુમતીથી પસાર થતા સ્પીકરે તેને મંજૂર રાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પીકરે આજરોજ ટીપ્પણી કરતા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી અને ભાજપના વિરેન્દ્ર સીંગ મસ્ત દ્વારા સદનમાં અયોગ્ય વર્તનની ટીકા કરી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular