Wednesday, April 22, 2026
HomeGujaratJunagadhSP રવિ તેજા અને જુનાગઢ A ડિવિઝન PI હાજર હો… હાઈકોર્ટે આપ્યું...

SP રવિ તેજા અને જુનાગઢ A ડિવિઝન PI હાજર હો… હાઈકોર્ટે આપ્યું તેડું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: જૂનાગઢમાં (Junagadh) 5 મહિના અગાઉ પોલીસમાં ફરજ બજાવતા ડ્રાઈવરનું રહસ્મય રીતે મૃત્યુ થયું હતું. જેમાં ઝાડ પર લટકેલી હાલતમાં ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ આ મામલે છેલ્લા 5 મહિનાથી પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોવાનું સામે આવતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ કેસમાં હાઈકોર્ટે (Gujarat High Court) જે તે સમયના જૂનાગઢના પોલીસ વડા (Junagdh SP) રવિ તેજા વાસામ શેટ્ટી (IPS Ravi Teja Vasamsetty) અને A ડિવિઝન PI તેડુ મોકલ્યું છે. તેમજ 11 વાગ્યા સુધી તમામ રિપોર્ટ સાથે કોર્ટ હાજર થવા નિર્દેશ કર્યા છે. સાથે જ નવા પોલીસ વડા તરીકે નિમણૂંક થયેલા હર્ષદ મહેતાને આ કેસમાં યોગ્ય કાર્યવાહીના આદેશ આપ્યા છે.

શું હતો સમ્રગ મામલો

જૂનાગઢ પોલીસમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા બ્રિજેશ લાવળિયાનો માર્ચ મહિનામાં ઝાડ પર લટકતી હાલતમાં રહસ્મય રીતે મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસ આજદિન સુધી આ મામલના પરિણામ સુધી પહોંચી શકી ન હતી. બ્રિજેશ લાવળિયાની હત્યા થઈ છે કે આપઘાત તે મામલાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં પીડિત પરિવારે અરજી કરી હતી. જે અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથધરાઈ હતી. જેમાં હાઈકોર્ટ જૂનાગઢ A ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર અને જૂનાગઢના જે તે સમયના પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટીને આવતીકાલે શુક્રવારે હાઈકોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યા છે. તેમજ જૂનાગઢના નવા પોલીસ વડા હર્ષદ મહેતાને 18 ઓગસ્ટના રોજ રિપોર્ટ સાથે હાઈકોર્ટ હાજર થવા પણ જણાવ્યું છે.

- Advertisement -

આ ઘટનાને 5 મહિના જેટલો સમય વીતી ચુક્યો છે. છતાં કોઈ યોગ્ય તપાસ ન થતાં હાઈકોર્ટે આ બાબતે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આરોપી અને તપાનીસ અધિકારી એક જ હોય તો કેવી રીતે તપાસ થશે. હાઈકોર્ટે નોંધ્યુ કે, તમારા વિભાગના કર્મચારીનું મૃત્યુ થયું છે. છતાં પાંચ મહિનાથી તપાસ જ કરી રહ્યા છો. આ કેસની યોગ્ય તપાસ કરવામાં આવે તેવો હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. આવતીકાલે જે તે સમયના જૂનાગઢ પોલીસ વડા અને A ડિવિઝન પોલીસ ઈન્સપેક્ટરને હાઈકોર્ટમાં હાજર રહેવા પણ ઓર્ડર મોકલવામાં આવ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular