નવજીવન ન્યૂઝ. રાજપીપળા: Rajpipla News: 9મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસી સમુદાયના લોકો વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day) તરીકે ઉજવે છે. જેના અનુસંધાને દેશમાં અને ગુજરાતમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે. તેવી જ રીતે આજે રાજપીપળા (Rajpipla) જિલ્લાની જેલમાં પણ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બંદીવાનોએ પરંપરાગત ટીમલી નૃત્ય કરીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં જજ, સરકારી વકીલ, ડોક્ટર, જેલના અધિકારી અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

મળતી માહીતી મુજબ, આજે ગુજરાતમાં ઠેર-ઠેર આદિવાસી દિવસની ઉજવણી શઈ રહી છે, આદિવાસી સુમદાયના લોકો પોતોના પંરપરાગત નૃતયુ કરીને ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જેલ પણ કેમ બાકાત રહે, રાજપીપળામાં આવેલી જેલમાં બંદીવાનોએ ભેગા મળીને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યકમ અતર્ગત આજે સેશન્સ કોર્ટના જસસ્ટીટ એન. એસ. સિદ્દીકી, ચીફ.જ્યુડીશીયલ જસસ્ટીટ જે. કે. ખાંટ, જીલ્લા સરકારી વકીલ જે. જે. ગોહિલ, મધુરમ હોસ્પિટલના ડૉ. હિરેન્દ્ર વસાવા, SBI બેંકના મેનેજર વિશાલ સોની, કેતન અગ્રવાલ, અભિષેક શ્રીવાસ્તવ, સુભેક્ષા+ પ્રોજેક્ટ સુરતના પારૂલ રાવલ તથા પોલીસ અધિક્ષક આર. બી. મકવાણાની હાજરીમાં સૌ ઉપસ્થિતિ મહાનુભાવોએ દિપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

રાજપીપળા જીલ્લા જેલના બંદીવાનોએ આદિવાસી સંસ્કૃતિની હર્ષોલ્લાસથી આદિવાસી ટીમલી નૃત્ય કરી ઉજવણી કરી હતી. પ્રસંગને અનુરૂપ પોલીસ અધિક્ષક આર. બી. મકવાણાએ મહાન આદિવાસી સ્વાતંત્ર સેનાની બિરસા મુંડાના જીવન અંગેની વાત કરતાં તેમના યોગદાનનો પરિચય આપ્યો હતો. તેમજ આદિવાસી આ દેશ અને પૃથ્વી મુળ રહેવાસી હોવાથી આદિવાસી તરીકે ઓળખાતા હોવાની જાણકારી પણ કેદીઓને આપી હતી. તેમણે ‘આપસ મૈં હમેશાં મિલકર રહનાં, મુળ વાસિયાને હમૈ સિખાયા હૈ, વનો પર્વતો કો બયા કરકે, ધરતી કો સ્વર્ગ બનાયા હૈ’ પંક્તિ ગાઈને કાર્યકમની પુર્ણીહુતી કરી હતી. ઉપસ્તિત રહેલા સૌ કોઈ મહાનુમભાવોએ રાજપીપળા જીલ્લા જેલ પ્રશાસનની આવી કામગીરીની સરાહના કરી હતી.


પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








