Thursday, November 12, 2026
HomeGujaratમહેસાણા: વિજાપુરમાં મધ્યાહન ભોજનનો જથ્થો બારોબાર વેચનારા સામે તંત્રની કાર્યવાહી

મહેસાણા: વિજાપુરમાં મધ્યાહન ભોજનનો જથ્થો બારોબાર વેચનારા સામે તંત્રની કાર્યવાહી

- Advertisement -

તોફિક ઘાંચી(નવજીવન ન્યૂઝ. મહેસાણા): મહેસાણા (Mehsana) જીલ્લાના વિજાપુરમાં (Vipapur) મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સરકાર જે અનાજનો જથ્થો શાળાને આપે છે, તે બારોબાર સગેવગે કરી દેવામાં આવે છે તેવી ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી. સ્થાનિકોની ફરિયાદ હતી કે, શાળા સંચાલકો મધ્યાહન ભોજન (mid-day meals) માટે આપવામાં આવતું અનાજ બારોબાર દુકાનદારોને વેચી દે છે. ત્યારે પોલીસે આ બાબતે તપાસ કરતાં એક ખાનગી કિરણાની દુકાનમા સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે દુકાન માલિક સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ઘટનાની જાણ જિલ્લા પુરવઠા અધિકારીને કરી હતી. પુરવઠા અધિકારી દ્વારા શાળાઓમાં તપાસ કરતાં ચાર શાળામાં મધ્યાહન ભોજનનો જથ્થો ઓછો મળી આવતા તેમણે નોટિસ ફટકારી જવાબ માગવામાં આવ્યો છે.

વિજાપુર પોલીસને માહીતી મળી હતી કે, ખત્રીકૂવા પીકઅપ સ્ટેન્ડની પાછળ આવેલી શિવશક્તિ કિરાણા સ્ટોરમાં પીએમ પોષણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલા શંકાસ્પદ તુવેર દાળના 2 અને કારમાં લઈને આવેલા 3 મળી કુલ 5 કટ્ટા છે. તેથી પોલીસે સ્થળ પર જઈ ચકાસણી કરી દુકાન માલિક અને લાડોલના બે વ્યક્તિઓની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે ઝડપાયેલો જથ્થો શંકાસ્પદ હોવાથી પુરવઠા વિભાગને તેની જાણ કરી હતી. ધટનાની વિગત જિલ્લા પુરવઠા અધિકારીને થતા તેમના આદેશને પગલે સ્થાનિક મામલતદાર હર્ષ પટેલ દ્વારા નાયબ મામલતદાર અમીબેન સહિતની ટીમો બનાવી તુવેર દાળના જથ્થા સાથે પકડાયેલા વ્યક્તિઓના સગા એવા સંચાલકના રેગ્યુલર અને ઇન્ચાર્જમાં ચાલતા વિજાપુર સેકન્ડરી સ્કૂલ, મણીપુરા, લાડોલ અને હાથીપુરાની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતાં વિજાપુરના કેન્દ્રમાં 50 કિલો ઘઉં, 124 કિલો ચોખા અને 53 કિલો તેલ, મણીપુરાના કેન્દ્રમાં 163 કિલો ઘઉં, 301 કિલો ચોખા, 56 કિલો તુવેરદાળ અને 29 કિલો તેલ, લાડોલના કેન્દ્રમાં ત્રણ કિલો તેલ તેમજ હાથીપુરાના પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં 15 કિલો ઘઉં, 226 કિલો ચોખા, 4 કિલો તુવેરદાળ અને 66 કિલો તેલના જથ્થાની ઘટ મળી આવી હતી. આ ચારેય કેન્દ્રોમાં સરકારી અનાજના જથ્થામાં મોટાપાયે ઘટ મળી આવતાં મામલતદારે બંને સંચાલક કામિની પટેલ અને અક્ષયકુ પટેલને કારણદર્શક નોટિસ ફટકારી હતી. આ તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો પર 228 કિલો ઘઉં, 651 કિલો ચોખા, 60 કિલો તુવેરદાળ અને 151 કિલો તેલ સહિત 1090 કિલો અનાજના જથ્થાની વિસંગતતા મામલે એક દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે.

હવે જોવાનું એ રહેશે કે મહેસાણા જીલ્લામાં મધ્યાહન ભોજન કેન્દ્રનો પર સરકારી અનાજનો જથ્થો બારોબાર કરનારાઓમાં પર જીલ્લા જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સમ્રગ જિલ્લામાં કોઈ ડ્રાઈવ યોજી આવા લેભાગુ લોકોના લાયસન્સ રદ કરે છે કે કેમ ?

Tag: Mehsana News, Vijapur mid-day meals scam

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular