નવજીનવ ન્યૂઝ. ગાંધીનગર: આમ તો લોકો પોતાના સાથે થતી છેતરપિંડીની ફરીયાદ પોલીસ સ્ટેશન જઈને કરતાં હોય છે અને પોલીસ તે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતાં હોય છે. પણ જો પોલીસ જ છેતરપિંડીનો ભોગ બને તો શું થાય ? આવી જ એક ધટના ગાંઘીનગરમાં (Gandhinagar) બની છે, પોલીસ ભવનમાં IB શાખામાં ફરજ બજાવતા પોલીસ અધિકારી સાથે 11 લાખની છેંતરપિડીના ધટના સામે આવી છે. જેમાં મકાન વેચવાનાં બહાને લાખોની છેતરપિંડી કરીને ભેજાબાજે પોલીસને ખુલ્લો પડકાર ફેક્યો છે. આ છેતરપિંડીની (Fraud) ફરિયાદ ઈન્ફોસટીમાં પોલીસ સ્ટેશનમાં (Infocity Police Station) નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર IBમાં ફરજ બજાવતા હિતેશ જોશીને ફ્લેટ ખરીદવાનો હતો, જેથી તેમણે એક રવિ ધાણાણી નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. આ વ્યક્તિએ રાંદેસણ વિસ્તારમાં એક ફ્લેટ બતાવ્યો હતો જે હિતેશ જોશીને ગમ્યો હતો. પરંતુ રવિએ ફરિયાદીને જણાવ્યુ હતું કે, આ ફલેટના માલિક અમેરિકા રહે છે અને ચાવી મારી જોડે છે. તેમણે અમેરિકાથી આવશે ત્યારે દસ્તાવેજ કરી આપશે. આવું કહીને ટુકડે ટુકડે આરોપીએ હિતેશ જોશી પાસેથી 11 લાખ રૂપિયા પડાવ્યા હતા.
ત્યાર બાદ જુલાઈ મહીનાથી રવિનો મોબાઇલ બંધ આવતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખબર પડતાં હિતેશ જોશીએ આરોપી સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે કરવાહી કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








