Tuesday, June 23, 2026
HomeGujaratમહીસાગરમાં ઝડપાયો બોગસ ડોક્ટર, 12મું પાસ વ્યક્તિ કરતો હતો દર્દીઓની સારવાર

મહીસાગરમાં ઝડપાયો બોગસ ડોક્ટર, 12મું પાસ વ્યક્તિ કરતો હતો દર્દીઓની સારવાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહીસાગર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડિગ્રી વગરના બોગસ ડોકટરોનો (Bogus Doctor) રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તો હજુ પણ ઘણા બધા આવા ડિગ્રી વગરના ડોકટર મળી આવે તો નવાઈ નહીં. આવો જ એક બોગસ ડોક્ટર આજે મહીસાગર (Mahisagar) જિલ્લાના કડાણા તાલુકાનાં આકલીયા ગામમાંથી ઝપાઈ ગયો છે. હાલ પોલીસે આ બોગસ તબીબની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં આકલીયા ગામમાં છેવાડાના વિસ્તારમાં આદિવાસી સમુદાયના લોકો રહે છે. આ ગામમાં એક ડોકટર છેલ્લા ઘણા સમયથી લોકોની સારવાર કરે છે, પરંતુ ગામના લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી ડોક્ટર પાસે ડિગ્રી છે કે નહીં તે અંગે કોઈને ખબર ન પડી. પરંતુ મહીસાગર જિલ્લા SOGને બાતમી મળી હતી કે આકલીયા ગામમાં ધોરણ 12 સુધી ભણેલો એક વ્યક્તિ બોગસ ડોક્ટર બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. બોગસ ડોક્ટર રામા ડામોર પોતાના બાઇક પર અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને પોતાની ડોક્ટર તરીકે ઓળખ આપતો હતો અને દર્દીઓને દવા-ઇન્જેક્શન આપતો હતો અને બોટલ પણ ચઢાવતો હતો આમ તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.

- Advertisement -

મહીસાગર જિલ્લા SOGને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો કરતાં ડિગ્રી વગરના બોગસ દૂકટરની ધરપકડ કરી છે. આ બોગસ ડોક્ટર પાસેથી અંદાજિત 35 હાજર જેટલી કિંમતનો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular