Sunday, April 19, 2026
HomeGujaratઆણંદઃ બાઈક ચાલકે ટર્ન લેતા કારે ફુટબોલની જેમ ફંગોળ્યો, જુઓ લાઈવ વિડીયો

આણંદઃ બાઈક ચાલકે ટર્ન લેતા કારે ફુટબોલની જેમ ફંગોળ્યો, જુઓ લાઈવ વિડીયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. આંણદઃ Anand News: આણંદ જિલ્લાના ખંભાતમાં એક ગંભીર અકસ્માતની (Road Accident) ઘટના સામે આવી છે. જ્યાં બાઈક ચાલકે અચાનક ટર્ન લેતા પુરપાટ ઝડપી આવી રહેલી એક કાર તેના પર ફરી વળી હતી. કારની સ્પિડના કારણે અકસ્માત બાદ બાઈક અને બાઈક ચાલક ફુટબોલની જેમ ફંગોળા હતા. કારની ટક્કર એટલી જબરજસ્ત હતી કે, બાઈક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, હાલ અકસ્માત અંગેના CCTV ફુટેજ પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે અકસ્માત દરમિયાન બાઈક ચાકલ કેવી રીતે ફંગોળાયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, આણંદ જિલ્લાના ખંભાતમાં બામણવા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક ચાલક અચાનક ટર્ન લેતા સામેની સાઈડથી આવતી એક કારે બાઈકને અડફેટમાં લીધી હતી. સમગ્ર અકસ્માતનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કારની ટક્કર બાદ બાઈક સવાર ફુટબોલની જેમ હવામાં ફંગોળાયો હતો અને રોડ પર પટકાયો હતો. અકસ્માત બાદ બાઈક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

- Advertisement -

અકસ્માતને લઈને પોલીસને જાણ કરવામાં આવતા ખંભાત રૂલર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્ચું છે કે, ઉંદેલગામના સુનિલ પ્રજાપતિ કાર લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન બામણગામના રમણ સોંલકી રોડ પરના પેટ્રોલપંપ બાજુ અચાનક ટર્ન લઈને રસ્તાની બીજી બાજુ આવવા જતાં કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર રમણનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સમગ્ર અકસ્માત અંગે ખંભાત રૂલર પોલીસે કાચ ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular