Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadકોણ કહે છે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે! ઈસનપુરમાં એક જ દિવસમાં બે...

કોણ કહે છે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે! ઈસનપુરમાં એક જ દિવસમાં બે બળાત્કારની ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા મહિલઓની સુરક્ષાને (Women Safety) લઈને મોટા-મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ જમીન વાસ્તવિક્તા તદ્દન જુદી છે. અમદાવાદમાં (Ahmedabad) મહિલાઓની સુરક્ષાના દાવા પોકળ સાબિત કરતી બે ઘટના સામે આવી છે, ઈસનપુર (Isanpur) વિસ્તારમાંથી એક જ દિવસમાં બે બળત્કારની ઘટના સામે આવી છે. જે મામલે ઈસનપુર પોલીસે (Isanpur Police) અન્ય સુમદાયના બે યુવકોની ધરપકડ કરી દુષ્કર્મ તેમજ પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

કિસ્સો-1

અમદાવાદના ઇસનપુર આવકાર હોલ પાસે એક અન્ય સુમદાયના યુવકે યુવતીની છેડતી કરી હતી. જે બાદ છોકરીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને છેડતી કરતા વ્યક્તિની જાહેરમાં ધોલાઈ કરી હતી. જે બાબતે ઈસનપુર પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસનો જંગી કાફલો બનાવસ્થળે દોડી આવ્યો હતો. છેડતી કરનારા આરોપીને લોકોના વચ્ચે છોડાવી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. જેની સામે પોલીસે છેડતી સહિત જુદી-જુદી કલમો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ઘટનાને પગલે એક સમય ઈસનપુરમાં વિસ્તારમાં તંગદિલી ભર્યુ વાતાવરણ સર્જાયુ હતું, જોકે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ઈસનપુર પોલીસ સહિત મણિનગર પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

- Advertisement -

આ અંગે ACP મિલાપ પટેલે જણાવ્યું હતું કે, ઈસનપુરના આવકાર હોલ પાસે 23 વર્ષીય યુવકે 22 વર્ષની યુવતીની છેડતી કરી હતી. જેમાં યુવક યુવતીઓ બંને સ્કૂલ સમયથી એકબીજાની સાથે ભણતા હતા. ત્યાર બાદ આરોપી છોકરીનો ઘણા સમયથી પીછો કરતો હતો. તેની સતામણી કરતો હતો તેમજ છોકરી જોડે બળજબરીપૂર્વક શારિરીક સબંધો રાખી તેના પર બળાત્કાર કર્યો હતો. જે બાબતે ઈસનપુર પોલીસે બળત્કાર અંગેની ફરિયાદ દાખલ કરી છે. જેમાં યુવક મૂળ દાણીલીમડાનો હોવાનું સામે આવ્યું છે. આ મામલે યુવતીની ફરિયાદના અધારે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના હવાલે કર્યો છે.

કિસ્સો-2

ઈસનપુરમાં એક અન્ય સુમદાયના યુવકે 16 વર્ષની સગીરાને પોતાની દુકાનમાં નોકરીની લાલચ આપી નામ બદલીને બળજબરીથી શારિરીક સબંધો રાખ્યા હોવાનું સામે આવ્યું છે. જે મામલે સગીરાએ તેની માતાને જાણ કરતા સમ્રગ મામલે માતાએ અન્ય સમુદાયના યુવક સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેની ફરિયાદી નોંધાવી હતી. જ્યાં પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે ACP મિલાપ પટેલે જણાવ્યું હતું કે, ઈલિયાસ નામના યુવકે પોતાનું યશ નામ હોવાની ખોટી ઓળખ આપી સગીરાને કાપડાની દુકાનમાં નોકરી ઉપર રાખી હતી. ત્યાર બાદ સગીરાની માતાની ફરિયાદ મુજબ યુવકે બળજબરીપૂર્વક શારિરીક સબંધો બાંધ્યા હતા. જેમા માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular