નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: ગીર સોમનાથમાં સામાન્ય બાબતે યુવકને હોટલ માલિક દ્વારા ઢોર મારવામાં આવ્યો છે. યુવક હોટેલમાં પેશાબ (લઘુશંકા) કરવા ગયો હતો. જેના પગલે હોટલ માલિક તેના પર ઉશ્કેરાઈ ગયો હતો અને અભદ્ર ગાળ બોલી હતી. યુવકે ગાળ બોલાવાની ના પાડતા આરોપીએ હોટેલમાંથી લાકડાનો ડંડો લાવી યુવકને ફટકાર્યો હતો. જેના કારણે યુવકને ઈજાઓ પહોંચતા તેના સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બાબતે યુવકે આરોપી સામે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવી વિગત મુજબ, ફરિયાદી જાફર કુરેશી રાત્રિ દરમિયાન તેના મિત્રની સાથે અહેમદપુર માંડવી રોડ પર આવેલી લાર્ડ શીવા નામની હોટેલ પાસે પોતાના મિત્ર સાથે ઉભો હતો. તે દરમિયાન હોટલ માલિક ધર્મેન્દ્ર ગોસ્વામી ત્યાં આવ્યો હતો અને ફરિયાદને કહ્યું કે, અહિયાં કેમ ઊભો છે. તેમજ ફરિયાદી હોટેલ પાસે આવેલી ખૂલ્લી જગ્યામાં પેશાબ કરવા જતા. હોટલ માલિક ફરિયાદી પાસે આવ્યો હતો અને અભદ્ર ગાળ બોલાવા લાગ્યો હતો. ફરિયાદીએ ગાળ બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતો. હોટેલમાંથી ડંડો લાવી ફરિયાદીને શરીરના ભાગે ઈજા પહોંચાડી હતી. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં આસપાસ લોકો પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
ફરિયાદીને ઈજાઓ પહોંચતા સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ મામલે ફરિયાદીએ આરોપી ધમેન્દ્ર ગોસ્વામી સામે મારામારી અંગે ફરિયાદ ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, પોલીસે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








