નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ગુજરાતમાં વધતી જતી મોંધવારીના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ચુકી છે. જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓના ભાવમાં સતત વધારો થતાં મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યા છે. ત્યારે અદાણી ગેસ (Adani Gas) દ્વારા વધુ એક મોંઘવારીનો ઝટકો આપવામાં આવ્યો છે. આજે ફરી એક વખત અદાણી CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 2 મહિનાની અંદર છઠ્ઠી વખત અદાણી CNG ગેસના ભાવમાં વઘારો કરવામાં આવ્યો છે. CNGના વઘતા ભાવના કારણે રિક્ષા ચાલકો ચિંતિત બન્યા છે.
ગઈકાલે અદાણી CNG ગેસના ભાવમાં 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જે નવો ભાવ આજથી લાગુ કરવામાં આવ્યો છે. નવા ભાવ પ્રમાણે અદાણી CNG ગેસનો ભાવ 75.99 રૂપિયાએ પહોંચ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા 5 જૂનથી 1 ઓગસ્ટ સુધી 6 વખત CNG ગેસમાં સતત ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો CNG ગેસના ભાવમાં ચાર વખત ભાવ વધારો કર્યો છે. ચાર વખતના ભાવ વધારાથી CNG ગેસ 75 પૈસા મોંઘો બની ગયો છે. જેથી હવે CNGનો એક કિલોનો ભાવ 75.99 રૂપિયા થયો છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કર્યા બાદ ગત 8 એપ્રિલના રોજ અદાણી ગ્રુપ ટોટલ ગેસ લિમિટેડે ગુજરાતમાં સરેરાશ 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તે વખતે અમદાવાદમાં CNGનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 80.34 હતો. જે ઘટીને રૂપિયા 74.29એ પહોંચ્યો હતો. આ નિર્ણયના કારણે અમદાવાદના 2 લાખ કરતા વધારે રિક્ષા ચાલકોને સીધી અસર થઈ હતી. આ ભાવ ઘટાડાના બે મહિના સુધી ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જોકે 5 જૂનથી અત્યાર સુધીમાં 6 વખત CNG ગેસમાં ભાવ વધોરો કરી દેવામાં આવ્યો છે. જે પ્રકારે અદાણી ગ્રુપ દ્વારા CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે તે જોતા વર્ષના અંત સુધીમાં CNG ગેસ 80 રૂપિયાને પાસ પહોંચી જાય તો નવાઈ નહીં.
Tag: Adani CNG Gas Price Hike Today
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








