Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ: મકાનની દિવાલ પડતા એક શ્રમિકનો ભોગ લેવાયો

અમદાવાદ: મકાનની દિવાલ પડતા એક શ્રમિકનો ભોગ લેવાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના બોપલ વિસ્તારમાં બિલ્ડિંગની અંદર રિનોવેશનની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સામે આવી છે. જ્યાં રૂમની દિવાલ ધરાશાયી થતાં એક મજૂરનું મૃત્યુ થયું છે. ઘટનાને પગલે મકાન માલિકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાટમાળ નીચે દટાયેલા યુવકના બહાર કાઢતા તેનું ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે ફાયર વિભાગે પોલીસને જાણ કરતા બોપલ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મજૂરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલ મામલે પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મંગળવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં બોપલ ખાતે આવેલી એક બિલ્ડિંગમાં ત્રીજા માળે એક મકાનમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. ત્યારે શ્રમિક દિવાલ તોડી રહ્યો હતો, તે દરમિયાન બાજુની જર્જરિત દિવાલ તેના પર અચનાક ધડામ લઈને પડી હતી અને તે દિવાલ નીચે દાટાયો હતો. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ મકાન માલિકે તાત્કાલિક ફાયર વિભાગને કરતા ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિનું રેસ્કયૂ ઓપરેશન હાથધર્યુ હતું. જેમાં શ્રમિક મૃત હાલતમાં મળી આવ્યો હતો. જને લઈ ફાયર વિભાગે પોલીસને જાણ કરતા બોપલની પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

- Advertisement -

પોલીસે શ્રમિકનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તેમજ આ સમ્રગ દુર્ઘટનાને લઈ મકાન માલિક અને આસપાસના લોકોનું નિવેદન લીધું હતું. જેમાં મૃતકનું નામ ઈશાન ડોડિયા હોવાનું સામે આવ્યુ છે, જે મૂળ રાજસ્થાન રહેવાસી છે. છેલ્લા ઘણાસમયથી અમદાવાદમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. હાલ પોલીસ દ્વારા આ મામલે મૃતકના પરિવારની ઓળખ કરવામાં આવી છે. સાથે આ સમ્રગ ઘટનાને લઈ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular