નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે ઠેર-ઠેર પાણીજન્ય રોગચાળો (Waterborne diseases) ફાટી નિકળ્યો છે. સુરતમાં (Surat) પણ ઝાડા-ઊલટીના કેસમાં (diarrhea-vomiting case) વધારો જોવા મળ્યો છે. ત્યારે સુરતમાં ઝાડા-ઊલટી બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. સુરત સિવલ હોસ્પિટલમાં વધુ બે માસુમ બાળકોના ઝાડા-ઊલટી બાદ મોત નિપજ્યા છે. સુરતમાં છેલ્લા 7 દિવસમાં 8 બાળકોના ઝાડા-ઊલટીના કારણે મોત નિપજ્યા છે. ઝાડા-ઊલટી બાદ બાળકોના મોત થતાં તંત્ર ઊંધમાંથી જાગી હોય તે પ્રકારે કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના વેસુ વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગ અવધ એરફોલ ખાતે મજુરી કરીને ત્યાં જ રહેતા પરિવારમાં 7 વર્ષની દીકરી પાર્વતી ભૂરિયાને મોડી રાત્રે ઝાડા ઊલટી શરૂ થયા હતા. જેને થોડી રાહત થતાં સુવડાવી દીધી હતી. જોકે દીકરીને સવારે ઊઠાડવા જતાં દીકરી ઉઢી ન હતી અને ત્યાં જ તેનું મોત થઈ ગયું હતું. ત્યાર બાદ દીકરીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈને આવતા પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પરિવાર બે મહિના અગાઉ જ રોજગારી માટે મધ્યપ્રદેશથી સુરત આવ્યો હતો.
સુરતના પાંડસરા વિસ્તારમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના મોહન ગાવીત એક મહિનાથી કામની શોધમાં સુરતમાં આવ્યા હતા અને સુરતમાં મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે અચાનક તેમની 4 વર્ષની દીકરી તારાની તબિયત લથડતા નજીકના મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને દીકરીને પીવડાવી હતી. ત્યાર બાદ બપોરે ફરથી તાવ આવતા દવા પીવડાવી હતી. પરંતું તારાને શ્વાસ ચઢવા લાગતા તેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તારાને મૃત જાહેર કરી હતી.
મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી રાયસિંહ વસાવા તેમની પત્ની અને બે બાળકો સાથે સુરતના પાંડેસરા વિસ્તારમાં તેમની સાળીના ઘરે આવ્યા હતા. તેમણે સુરતમાં રોજગારીની શોધમાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિના છ વર્ષનો પુત્ર વિકાસ અને બહેન-બનેવી ત્રણેયને ઝાડા-ઊલટી થતાં તબિયત લથડી હતી. સવાર પડતાં જ 108ની મદદથી પુત્ર અને માતા-પિતાને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે વિકાસને મૃત જાહેર કર્યો હતો.
સુરતમાં ભારે વરસાદના કારણે રોગચાળો ફાટી નિકળ્યો છે. સુરતમાં ઝાડા-ઊલટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં માસુમ બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ઝાડા-ઊલટી થતાં ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. જેમાં ડિંડોલી વિસ્તારના બે વર્ષના રૂદ્રાક્ષ અને પાંડેસારા વિસ્તારના 6 વર્ષના વિકાસનું મોત નીપજ્યું છે. બે દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં 7 વર્ષની સવાની શાહનું પણ મોત નીપજ્યું હતું.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઝાડા-ઊલટીના કેસ વધતાં ગણેશનગર, વડોદ, બાપુનગર, શાસ્ત્રીનગર, હરીઓમનગર, સૂર્યપ્રકાશ અને ભક્તિનગરમાં આરોગ્ય વિભાગની 8 જેટલી ટીમના 35 સભ્યો દ્વારા ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય ઝાડાના 22, ઊલટીના 1, ઝાડા-ઊલટીના 9 અને અન્ય રોગના 50 કેસ મળી આવતા કુલ 82 દર્દીઓને સારવાર અને ઓઆરએસ આપવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી સપ્લાય કરવાનું શરૂ કર્યું છે, સાથે જ 19000 જેટલી ક્લોરીન ટેબલેટનું અને 1276 ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું છે અને 56 જેટલા પાણીના નમુના લેબોરેટરી પરિક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. પાલિકા દ્વારા અપિલ કરવામાં આવી છે કે, પીવા અને રાંધવા માટે ક્લોરીન યુક્ત પાણીનો ઉપયોગ કરવો, દૂષિત પાણીનો પીવા તેમજ ખોરાક રાંધવામાં ઉપયોગ ન કરવો, પાણી દુષીત જણાય તો નજીકની વોર્ડ ઓફિસમાં ફરીયાદ કરવી, ઝાડા ઊલટી, તાવ તથા અન્ય કોઈ તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડોક્ટરનો સંપર્ક કરવો, વ્યક્તિગત સ્વચ્છતા પર ધ્યાન આપવું, કુદરતી હાજતે ગયા બાદ અને ખોરાક લેતા પહેલા હાથ સાબુથી બરાબર સાફ કરવા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








