નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar News: ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષામાં ડમી ઉદવારોએ (Dummy Candidate) પરિક્ષા આપી હોવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) બહાર લાવતા ડમીકાંડનો (Dummy Kand) પર્દાફાશ થયો હતો. જોકે આ ડમીકાંડમાં યુવરાજસિંહ દ્વારા તોડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમના જ સાથીએ બિપિન ત્રિવેદીએ કરતાં ભાવનગર પોલીસ દ્વારા તોડકાંડનો (Todkand) પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસને આ તોડકાંડ મામલે પોલીસે કેટલાક ઠોસ પુરાવા પણ હાથ લાગ્યા હતા. ત્યારે તોડકાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજા દ્વારા જામીન અરજી કરવામાં આવતા આગામી 24 જુલાઈના રોજ ભાવનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે.
તોડકાંડમાં સંડોવાયેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા 15 જુલાઈના રોજ ભાવનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. યુવરાજસિંહના વકીલ જે. એમ. લક્કડ દ્વારા જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, તેમને રાજકીય કિન્નાખોરી રાખીને કેસમાં ખોટી રેતી સંડોવી દેવામાં આવ્યા છે અને તેઓ નિર્દોષ છે. ગત 18 જુલાઈ સોમવાર આ જામીન અરજી પર તપાસ અધિકારી દ્વારા સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું.
તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા સહિત તેમના બે સાળા, બિપિન ત્રિવેદી, ધનશ્યામ લાધવા અને રાજુ ઉર્ફે અલફાઝ ખાન પઠાણની ભાગનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તોડકાંડ કેસમાં ભાવનગર કોર્ટે ક્રમશઃ રાજુ ઉર્ફે અલફાઝ ખાન પઠાણ, બિપિન ત્રિવેદી, ધનશ્યામ લાધવા, યુવરાજસિંહના સાળા કાનભા અને શિવુભા ગોહિલના જામીન ભાવનગર કોર્ટે મંજુર થતાં તેઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે હવે તોડકાંડ કેસમાં માત્ર એક યુવરાજસિંહ જાડેજા જ જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી 24 તારીખે ભાવનગર કોર્ટ દ્વારા તેમની જામીન અરજી મંજુર કરવામાં આવે છે કે નહીં.
ઈનપુટ: હઠીસિંહ ચૌહાણ
Tag: Bhavnagar Dummy Scam , Bhavnagar Todkand Case Update Today
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








