Tuesday, June 23, 2026
HomeGujaratVadodaraવડોદરામાં બે વર્ષથી ડિગ્રી વગર ડેન્ટલ ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

વડોદરામાં બે વર્ષથી ડિગ્રી વગર ડેન્ટલ ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: રાજકોટ બાદ હવે વડોદરામાં (Vadodara) ડેન્ટલ સારવાર કરતો ઝોલાછાપ તબીબ (Bogus Doctor) ઝડપાયો છે. આ તબીબ ઓછા ખર્ચે લોકોના દાંતની સારવાર કરતો હતો. જોકે આ તબીબ પાસે કોઈ ડેન્ટલની ડિગ્રી ન હતી. છતાં તે દર્દીઓની સારવાર કરતા સમ્રગ મામલો સામે પોલીસ સુધી પહોંચ્યો હતો. એક જાગૃત નાગરિકે પોલીસમાં આ બાબતને લઈ ફરિયાદ કરતા વડોદરાના માંજલપુર પોલીસે (Manjalpur Police) બાતમીવાળી જગ્યા પર દરોડો પાડી બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. તેના પાસેથી ડેન્ટલ ક્લિનિકમાં ઉપયોગ લેવાતી તમામ ચીજવસ્તુઓ પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો !AMCએ સપાટો બોલાવી 10 બોગસ તબીબ ઝડપ્યાં

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક જાગૃત નાગરિકે ફરિયાદ આપી હતી કે શહેરના પેરડાઈઝ કોમ્પલેક્ષમાં શિવશક્તિ કૃપા ડેન્ટલ ક્લિનિક નામથી એક વ્યક્તિ ડેન્ટલ ક્લિનિક ચલાવી રહ્યો છે. તેની પાસે કોઈ ડૉક્ટરની ડિગ્રી નથી, પરંતુ ડૉક્ટર બની લોકોની સારવાર કરી પૈસા પડાવી રહ્યો છે. જે ફરિયાદના અધારે માંજલપુર પોલીસે વડોદરાના કલાલી રોડ કેવલ ચોકડી પાસે પેરાડાઈઝ કોમ્પલેક્ષમાં આવેલા શિવશક્તિ કૃપા ડેન્ટલ ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો અને સારવાર કરી રહેલા નકલી તબીબની પૂછપરછ કરી હતી. જેમાં તબીબ પાસેથી પોલીસે ડેન્ટલ તબીબની ડિગ્રી માગતા તે ગોળ ગોળ જવાબ આપવા લાગ્યો હતો.

પોલીસને શંકા જતા પોલીસે નકલી તબીબ સંતોષ કુમાર રમેશ ચંદ્રની ધરપકડ કરી હતી, જે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. વડોદરામાં શ્યામલ કોલોની ગાયત્રી મંદિર પાસે વઘોડિયામાં રહેતો હતો અને શિવશક્તિ કૃપા નામથી ડેન્ટલ ક્લિનિક ચલાવતો હતો. પોલીસે આરોપી પાસેથી ડેન્ટલ સારવાર માટે ઉપયોગ લેવાતા મેડિકલ સાધનો અને દવાઓ સહિત 15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી છેલ્લા બે વર્ષથી ડેન્ટલ ક્લિનિક ચલાવતો હતો. જેમાં ઓછા ખર્ચે લોકોની સારવાર કરતો હોવાથી મોટી સંખ્યામાં લોકો પણ આરોપી પાસે ડેન્ટલની સારવાર કરાવવા માટે આવતા હતા. લોકોએ ક્યારેય તેની ડિગ્રી અંગે સવાલ કર્યો ન હતો. એટલે ઓછા પૈસાની લાલચમાં પણ લોકો સંતોષ કુમાર પાસે સારવાર માટે જઈ પોતાના જીવને જોખમમાં મૂકતા હતા.

પરંતુ એક જાગૃત નાગરિકને આ બાબતે તબીબની કામગીરી પર શંકા જતા તેણે આ સમ્રગ મામલે માંજલપુર પોલીસને માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસએ પણ આ મામલે ગંભીરતા દાખવી આ બોગસ તબીબને ઝડપી પાડી તેના કારસ્તાનો પર્દાફાશ કર્યો હતો.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular