નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટની (Ahmedabad 2008 serial blasts case) ઘટના બની હતી. આ બ્લાસ્ટ કેસમાં કોર્ટે વડોદરાના (Vadodara) પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જે પૈકીનો એક દોષિત ક્યામુદ્દીન કાપડિયાને (Convict kayamuddin kapadia) પેરોલ (Parole) મંજુર થતાં આજે તેને ચુસ્ત પાલીસ બંદોબસ્ત સાથે તેના ઘરે લાવવામાં આવ્યો હતો. સાથે જ તેના ઘરની બહાર પણ વડોદરા પોલીસે (Vadodara Police)ચુસ્ત પહેરો લગાવી દીધો છે. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પ્રથમ વખત કોઈ આરોપીના પેરોલ મંજુર થયા છે.
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ 70 મિનિટમાં 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર, એલ.જી. હોસ્પિટલ, ખાડિયા, રાયપુર, સારંગપુર, મણિનગર, હાટકેશ્વર સર્કલ, બાપુનગર, ઠક્કરબાપા નગર, જવાહર ચોક, ગોવિંદવાડી, ઈસનપુર, નારોલ અને સરખેજમાં બ્લાસ્ટ થયા હતા. આ બનાવમાં 56 લોકો માર્યા ગયા હતા અને 246 લોકો ધાયલ થયા હતા. આ કેસમાં 13 વર્ષ બાદ અમદાવાદની વિશેષ કોર્ટે કુલ 78 આરોપીમાંથી 49 દોષિતો UAPA હેઠળ દોષિત ઠેરવ્યા હતા, 11ને આજીવન કેદની સજા, 36ને ફાંસીની સજા ફટકારી હતી અને 28 આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. જ્યારે એક આરોપીએ તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી હતી.
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વડોદરાના પાંચ આરોપીને કોર્ટે દોષિત જાહેર કરીને ફાંસીની સજા આપવામાં આવી હતી. જેમાં વડોદરાના બે ભાઈઓ કયામુદ્દીન કાપડિયા, રફિયુદ્દીન કાપડિયા સહિત મોહંમદ ઉસ્માન મોહંમદ અનીસ અગરબત્તીવાળા, ઈમરાન ઈબ્રાહિમ શેખ, ઈકબાલ કાસમ શેખનો સમાવેશ થાય છે. ત્યારે પ્રથમ વખત અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપીને પેરોલ મળતા આજે પોલીસના જાપ્તા સાથે પહેલા વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વડોદરાના તાઇવાડામાં આવેલા તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન ચુસ્ત પાલીસ બંદોબસ્ત સાથે તેના ઘરે લાવવામાં આવ્યો હતો. વડોદરા પોલીસે ઘરની બહાર પણ ચુસ્ત પહેરો લગાવી દીધો છે. પોલીસ તેના ઘરની બહાર સતત હાજર રહેશે. કેમ કે આરોપી બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત હોવાના કારણે પેરોલ જમ્પ કરવાની શક્યતા છે. જેથી પોલીસ તેના ઘરની બહાર પહેરો લગાવીને રહેશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








