નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad ACB Trap : ગુજરાતમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓનાં કારણે પોલીસ ખાતું ભ્રષ્ટાચારનું પર્યાય બની ગયું છે. અવાર નવાર ACB દ્વારા લાંચિયા પોલીસ અધિકારીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તેમ છતાં આ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓ લાંચ લેવામાં અચકતા નથી. આવા જ એક આનંદનગર પોલીસ સ્ટેશનના PSIને ગઇકાલે ACBએ રંગેહાથે લાંચ લેતા ઝડપી પડ્યો છે. PSI નરેશદાન ટાપરિયાએ આરોપીની પત્ની પાસે 50 હજારની લાંચની માગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આનંદનગર પોલીસ સ્ટેશનના PSI નરેશદાન ટાપરીયાએ એક આરોપીને જામીન અપાવવા અને માર ન મારવા માટે તેની પત્ની પાસેથી 50 હજાર રૂપિયાની માગણી કરી હતી. પરંતુ આરોપીની પત્ની લાંચ આપવા ન માગતી હોવાથી તેણીએ ACBમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACBએ લાંચનું છટકું ગોઠવીને PSIની અટકાયત કરી લીધી છે.
ACBમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ અમદાવાદ ACB ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એન. બરોટે છટકું ગોઠવ્યું અને ફરિયાદીને 50 હજારની લાંચ આપવા માટે મોકલ્યા હતા. તે દરમિયાન PSI નરેશદાન ટાપરિયા લાંચ સ્વીકારતા ACBના હાથે ઝડપાઇ ગયો હતો. હાલ આ PSIની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








