Wednesday, April 29, 2026
HomeGujaratGir Somnathગીર સોમનાથ: દારૂનો જથ્થો પકડી સ્થાનિક બુટલેગરને વેચી મારવાના કાંડમાં પોલીસ કર્મી...

ગીર સોમનાથ: દારૂનો જથ્થો પકડી સ્થાનિક બુટલેગરને વેચી મારવાના કાંડમાં પોલીસ કર્મી સહિત GRD જવાનો સામે ગુનો નોંધાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath Liquor Kand : ગુજરાતમાં દારૂના ધંધા સાથે પોલીસની સાંઠગાંઠના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે. સામાન્ય રીતે પોલીસનું કામ છે કે, પોલીસ દારૂબંધીના કાયદાનું કડકાઈથી પાલન કરાવે. પરંતુ કેટલાક કિસ્સામાં પોલીસ જ દારૂનો ધંધો કરવા માટે બુટલેગરોને મદદ કરતી હોય છે. આવો જ એક કિસ્સો ગીર સોમનાથ જીલ્લામાં સામે આવ્યો છે. ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનના (Sutrapada Police Station) કેટલાક કર્મચારીઓ દારૂનો જથ્થો જપ્ત કરીને બુટલેગરોને વેચી (Liquor Selling to Bootleggers) દેતા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા SPએ જવાબદાર પોલીસ કોન્સટેબલ અને GRD જવાનો સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો, હાલ ચારેયની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટે તેમના એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત 26 જૂનના રોજ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ અને ત્રણ GRD જવાનો કોડીનાર રોડ પ્રાંચી નજીક રાત્રિ દરમિયાન નાકાબંધી કરી વાહન ચેંકિગમાં હતા. તે દરમિયાન એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પંરતુ આ ભ્રષ્ટ પોલીસકર્મી અને GRD જવાનોની દાનત બગાડી હતી. કારમાંથી દારૂ પકડાયા હોવાની જાણ ઉપરી અધિકારીને કરવાના બદલે દારૂનો જથ્થો જપ્ત કરી કાર ચાલકને છોડી દીધો હતો. ત્યાર બાદ જપ્ત કરેલો દારૂનો અમુક જથ્થો બુટલેગરને વેચી નાખી ખિસ્સા ભરી લીધા હતા. આ ઘટનાની જાણ એક જાગૃત નાગરિકે ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને કરતા તેઓ સક્રિય થયા હતા. આ મામલે જવાબદાર પોલીસકર્મી અને GRDજવાન સામે તાત્કાલિક ગુનો નોંધવાના આદેશ આપ્યા હતા. જે ઘટનાને લઈ એક સપ્તાહ બાદ પોલીસ દ્વારા પોલીસ કર્મી અને GRD જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -

3 જુલાઈના રોજ આ કાંડને ખુલ્લા પાડવા સૂત્રાપાડા પોલીસે નાટકીય રીતે પ્રાંચી જિલ્લા પંચાયતની ગેસ્ટ હાઉસના પાછળ ભાગે સંતાડેલા વિદેશી દારૂની જથ્થાની હેરાફેરી કરતા GRD જવાન દિનેશ સોલંકી અને વિજય કામળીયાને રંગેહાથ ઝડપી લીધા હતા અને તેમની સામે ગુનો નોંધ્યો હતો. જેને લઈ પોલીસે માલ લેનાર બુટલેગર હેમલની પણ ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે સૂત્રાપાડા પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ ભાવસી બારડ અને અન્ય એક GRD જવાને દારૂનો જથ્થો વેચ્યો હોવાનું કબૂલ્યું હતું. સ્થાનિક પોલીસે પોલીસ કોન્સ્ટેબલ અને 3 GRD સહિત ચારેય સામે ગુનો નોંધી આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર છે. જેમાં રિમાન્ડ દરમિયાન હજુ ઘણા ખુલાસા થઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Tag: Gir Somnath Police, selling seized liquor in Gir Somnath, Gir Somnath News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular