Sunday, April 19, 2026
HomeGujaratGandhinagarGPSCની તૈયારી કરતા ઉમેદવારોમાં માટે મહત્વના સમાચાર: GPSCએ જાહેર કર્યું ભરતી કેલેન્ડર,...

GPSCની તૈયારી કરતા ઉમેદવારોમાં માટે મહત્વના સમાચાર: GPSCએ જાહેર કર્યું ભરતી કેલેન્ડર, આ તારીખથી કરી શકાશે અરજી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: GPSC calendar 2023 : આજના સમયમાં દરેક યુવાનની ઈચ્છા હોય છે કે તે સારા હોદ્દા પર સરકારી નોકરી મેળવે અને આ નોકરી મેળવવા માટે યુવાનો મહેનત પણ કરતાં હોય છે. ત્યારે હવે GPSC દ્વારા કેટલાક પદ માટે સત્તાવાર કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ માટે આગામી 15 જુલાઈથી 31 જુલાઇ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. GPSCની આ જાહેરાત બાદ તૈયારીઓ કરતાં યુવકો માટે સારા સમાચાર સામે આવ્યા છે, તેમ છતાં આ જાહેરતમાં માત્ર કેટલાક જ પાડો માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે મેડિકલ વિભાગનો સમાવેશ થાય છે. જેથી અન્ય લોકો માટે આ ભરતી કેલેન્ડર કોઈ કામનું નથી.

GPSC recruitment calendar 2023
GPSCએ જાહેર કર્યું ભરતી કેલેન્ડર 2023

GPSCની પરીક્ષા (Exam) આપવા ઇચ્છતા ઉમેદવારો આગામી 15 જુલાઈ બપોરે 1 વાગ્યાથી 31 જુલાઈ રાત્રિના 12 વાગ્યા સુધી https://gpsc.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in પર અરજી કરી શકશે. ઉમેદવારોની ઉંમર, શૈક્ષિણક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનાલાઈન અરજી કરવાની રીત, સામાન્ય જોગવાઈઓ, ભરતીના નિયમો અને પરીક્ષાના નિયમો તથા અન્ય નિયમો વગેરે વિગતો GPSCની વેબસાઈટ https://gpsc.gov.in પરથી મળી રહેશે.

- Advertisement -

આ ભરતીમાં નાયબ સેકશન અધિકારીઓની 127 જગ્યા, આરોગ્ય વિભાગની અલગ-અલગ જગ્યા, આદિજાતિ વિકાસ અધિકારી 26 જેટલી જગ્યા, મદદનીશ નિયમાક ભૌતિક શાસ્ત્ર વર્ગ-1 માટે ગુજરાત જાહેર આયોગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular