Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેંકિંગ: લા પિનોઝ પીઝાને 10 હજારનો દંડ ફટકાર્યો,...

અમદાવાદમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેંકિંગ: લા પિનોઝ પીઝાને 10 હજારનો દંડ ફટકાર્યો, ઈસ્કોન ગાંઠિયામાં તેલના નમૂના લેવાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: AMC Raid : અમદાવાદમાં (Ahmedabad) ચોમાસ દરમિયાન બિન આરોગ્યપ્રદ ચીજવસ્તુઓનું વેચાણ કરતા તેમજ ગંદકી ફેલાવતા એકમો સામે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આરોગ્ય વિભાગ દ્વારા જુદી-જુદી રેસ્ટોરન્ટ પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલાક રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટમાં વાનગી બનાવતા દરમિયાન ગંદકીના ઢગલા જોવા મળ્યા છે. ત્યારે હવે આવા એકમો સામે સરપ્રાઈઝ ચેંકિગ હાથધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના આઠ ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા સવારથી ચેંકિગ હાથધરવામાં આવ્યું છે. તેમજ લા પિનોઝ અને ઈસ્કોન ગાંઠિયા સહિતની નામકિંત રેસ્ટરોન્ટ પર દરોડા પાડી ખાણીપીણાની ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે. સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે આજે શહેરના આઠ જેટલા ઝોનમાં સરપ્રાઈઝ ચેંકિગ કર્યું હતું. જેમાં વસ્ત્રાપુરમાં આવેલા પિઝા માટેની પ્રખ્યાત લા પિનોઝ પિઝા (La Pinoz Pizza) સેન્ટરમાં ચેંકિગ કરતા સ્વસ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જે બાબતને લઈ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લા પિનોઝ પીઝાને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પિઝા સેન્ટરના કિચનમાં વેસ્ટનો યોગ્ય નિકાલ ન થતો હોવાનું કાર્યવાહી દરમિયાન સામે આવ્યું છે. જેને લઈ આ બાબતે દંડનીય કાર્યવાહી સાથે સ્વછતા રાખવા નોટિસ પણ પાઠવામાં આવી છે. ત્યારે ઈસ્કોન ગાંઠિયા રથમાં પણ આરોગ્ય વિભાગે ચેંકિગ હાથધરી તેલના નમૂના મેળવ્યા છે અને પરીક્ષણ માટે લેબમાં મોકલી આપ્યા છે. જો નમૂના ફેલ થાય તો આગામી દિવસોમાં આવી ખાણીપીણા એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

આ ફૂડ કોર્ટ સેન્ટરમાં શહેરીજનો મોટી સંખ્યામાં જંક ફૂડ આરોગવા માટે ઉમાટતા હોય છે. આ દરમિયાન કેટલાક સંચાલકો દ્વારા ભેળસેળ વાળી ચીજવસ્તુઓ તેમજ ગંદકીમાં કામગીરી કરવામાં આવતા લોકોના સ્વાસ્થય પણ જોખમાય છે. ચોમાસાની શરૂઆત થતાં જ વિવિધ પાણીજન્ય રોગો પણ ફાટી નીકળવાની શરૂઆત થઈ ચૂકી છે. જેથી લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અલગ અલગ રેસ્ટોરેન્ટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને વાનગીઓને નમૂના લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular