Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadAMC દ્વારા ઢોર અંકુશ પોલિસીને મંજુરી આપવામાં આવી, ત્રણ વર્ષ માટે લાયસન્સ...

AMC દ્વારા ઢોર અંકુશ પોલિસીને મંજુરી આપવામાં આવી, ત્રણ વર્ષ માટે લાયસન્સ ફી રૂપિયા 500

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad news: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે રખડતા ઢોર મુદ્દે (Stray Cattle Menace) નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. જેમાં ત્રણ વર્ષ માટે લાયસન્સ ફી રૂપિયા 500 નક્કી કરવામાં આવી છે. સાથે જ તેની બાદ રિન્યુ માટે ફી રૂપિયા 250 નક્કી કરવામાં આવી છે. આજે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં સર્વાનુમતે આ પોલિસીને મંજુરી આપવામાં આવી છે. અગાઉ આ પોલીસીને મંજુર કરવામાં આવી ન હતી. ત્યારે આજે સુધારા વધારા સાથે ઢોર અંકુશ પોલિસીને (Stray Cattle control policy)મંજુરી આપી દેવામાં આવી છે.

નવી પોલિસી પ્રમાણે, જે પશુ માલિક વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખતા હશે તેણે પરમીટ લેવાની રહેશે, જે પશુ માલિકો પશુઓ રાખી દુધના વેચાણમાં અથવા પશુઓનો અન્ય રીતે વ્યવસાયિક ઉપયોગ કરતાં હશે તેમણે લાયસન્સ લેવું પડશે, પરમીટ-લાયસન્સનો સમયગાળો પોલિસી અમલમાં આવે ત્યારથી ત્રણ વર્ષ માટેનો રહેશે, ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 500 અને પરમીટ ફીની રકમ રૂપિયા 250 ભરવાની રહેશે.

- Advertisement -

મુદત પૂર્ણ થવાની હોય તેના એક માસ પહેલા લાયસન્સ-પરમીટ રિન્યુ કરનવાની રહેશે, મુદ્દત પૂર્ણ થયા બાદ રૂપિયા 100 પ્રતિ માસ લેટ ફી તરીકે વસુલવામાં આવશે. પશુપાલકે પશુ દીઠ રૂપિયા 200 રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. ગૌશાળા-પાંજરાપોળ જેવી સંસ્થાઓ કે જે પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર થયેલી હોય અથવા આ પ્રકારની સરકારી સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત હોય તેમણે લાયસન્સ મેળવવાનું રહેશે, સાથે જ આવી સંસ્થાઓને લાયસન્સ ફી પરમિટ ફીમાંથી મુક્તિ આપવામાં આવશે.

શહેરમાં રહેલા દરેક પશુને RFID ચીપ અને ટેગ લગાડવાનું રહેશે, શહેરની બહારથી પશુપાલક નવા ઢોર લાવે તો તેમણે એક મહિનામાં પશુ નોંધણી કરવાની રહેશે, RFID ચીપ અને ટેગ લગાડવાની અને પરમિટ-લાયસન્સ મેળવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, પશુઓને RFID ચીપ અને ટેગ લગાડવાની બાકી કામગીરી મહત્તમ 2 માસમાં પશુ દીઠ રૂપિયા 200 આપીને કરાવી લેવાની રહેશે, ત્યારબાદ 2 મહિના પછી રૂપિયા 1000 પશુ દીઠ ચાર્જ વસુલ કવામાં આવશે, પોલિસી અમલમાં મુકવામાં આવે તે તારીખથી 4 માસ પછી પશુઓને RFID ચીપ અને ટેગ લગાડવાનો બાકી હશે તો ઢોરને ડબ્બે પૂરવામાં આવશે અને તેને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં, સાથે જ પશુઓને શહેરની બહાર મોકલી દેવામાં આવશે, જો કોઈ કારણોસર ટેગ તૂટી ગયા હોય કે તોડી નાખ્યા હોય તો રૂપિયા 500નો ચાર્જ લઈ ફરીથી ટેગ લગાડીને દંડ, ખોરાકી ચાર્જ અને વહીવટી ચાર્જ વસુલીને પશુને છોડવામાં આવશે.

શહેરમાં કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિએ ઘાસ વેચાણ કરવા માટે લાયસન્સ પરવાની મેળવવાની રહેશે, ધાસ ક્યાંથી લાવ્યા કોને વેચ્યું તે તમામ બાબતોને લગતા રજીસ્ટ્રર રેકોર્ડ નિભાવવાના રહેશે, રખડતા પશુ અંગેની તમામ જવાબદારી પશુ માલિકની જ રહેશે, જો રખડતા પશુઓના કારણે નાગરીક કે રાહદારીને જાન-માલનું નુકશાન થાય તો તે અંગે સિવિલ ફોજદારી રાહે માલિક સામે પગલા લઈને પશુ માલિક પાસેથી વળતર વસુલાત કે નુકશાની દાવા જેવી કાર્યવાહી કરી શકાશે, જો ઢોર પ્રથમ વખત પકડાય તો ઉપર દર્શાવ્યા મુજબ કાર્યવાહી કરવામાં આવશે, બીજી વખત પકડાય તો દંડ દોઢ ગણો વસુલવામાં આવશે, ત્રીજી વખત પકડાય તો દંડ (ખોરાકી ચાર્જ તથા વહીવટી ચાર્જ) બે ગણો વસુલવામાં આવશે, ત્રણ કે તેથી વધુ વખત એક જ માલિકના જુદા-જુદા ઢોર પકડાશે તો પશુને કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે અને ઢોર પરત આપવામાં નહીં આવે, પશુ માલિકનું લાયસન્સ-પરમીટ રદ કરવામાં આવશે, ત્યારબાદ તે વ્યક્તિ પશુ રાખી શકશે નહીં.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular