Friday, June 5, 2026
HomeGeneralગીર સોમનાથમાં પરિવારિક હિંસામાં થયેલી હત્યાનો ભેદ ગીર સોમનાથ પોલીસે ગણતરીના કલાકોમાં...

ગીર સોમનાથમાં પરિવારિક હિંસામાં થયેલી હત્યાનો ભેદ ગીર સોમનાથ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath Crime News : ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લામાં ગઇકાલે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, પરંતુ આ હત્યાની ઘટનામાં ચોંકાવનારી બાબત એ હતી કે મૃતકના પરિવારજનોએ પોલીસ સામે કઈ પણ બોલવાની ના પડી દીધી હતી અને ફરિયાદ કરવાનો પણ ઇનકાર કર્યો હતો. આ વાતથી પોલીસને શંકા જતાં પોલીસે ખાનગી રીતે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ (Gir Somnath Police) તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકના પરિવારના સભ્યો દ્વારા જ હત્યા કરવામાં આવી હતી.

પ્રાથમિક જાણકારી મુજબ, મૃતક દોલુ ઝાલા અને તેમની ભાભી જીતુબા વચ્ચે પ્રેમસંબંધો હતા. બંને પરણિત છે અને બાળકો પણ છે, તેમ છતાં પ્રેમસંબંધમાં આવતા બંને એક વર્ષ પહેલા ભાગી ગયા હતા. પરિવારની આબરૂ બચાવવા માટે સમાધાન કરીને બંનેને ઘરે લઈ આવવામાં આવ્યા હતા. પરતું બાદમાં પણ બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત ચાલુ હતી અને લગભગ 20 દિવસ પહેલા બંને ફરીથી ભાગી ગયા હતા. જેના કારણે જીતુબાના પતિ રોષે ભરાયા હતા.

- Advertisement -

દોલુ ઝાલા અને જીતુબા બંને દોલુની વાડીએ આવ્યા છે એ વાતની જાણ થતાં જીતુબાના પતિ કનુ ઝાલા, જીતુબાનો ભાઈ વિજય ગોહિલ, જીતુબાનો દિયર જીલુ ઝાલા, મૃતકનો ભાઈ કથુ ઝાલા અને વિક્રમ ઝાલા વાડીએ પહોંચ્યા હતા અને દોલુ ઝાલા અને જીતુબાને લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. ત્યાર બાદ જીતુબાના સગા સંબંધીઓ જીતુબાને ત્યાંથી લઈને નીકળી ગયા હતા અને દોલુ ઝાલાના સગા સંબંધીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પીટલમાં સારવાર દરમિયાન દોલુ ઝાલાનું મૃત્યુ થયું હતું. જે અંગે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી, પરંતુ પરિવારજનોએ ફરિયાદ કરવાની ના પાડતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસ જીતુબાના કૌટુંબિક ભાઈ ગોપાલના ઘરે પહોંચી હતી. ત્યાર બાદ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

પરિવારના સભ્યો દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે દોલુ ઝાલાનું મૃત્યુ થયું હતું. આ જ કારણથી પરિવારજનોએ ફરિયાદ કરવા માગતા ન હતા. હાલ પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular