નવજીવન સુરત: સુરતની સચિન જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના બની છે. જીઆઈડીસીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતા 6 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 20 જેટલા અસરગ્રસ્ત મજૂરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન જીઆઈડીસીમાં રાજકલમ ચીકડી પ્લોટ નંબર 362ની બહાર એક ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતા ઝેરી અસર થઈ હતી. જો કે આ સમયે ટેન્કરથી થોડા જ દૂર મજૂરો સૂતા હતા. કેમિકલ ઠાલવવા મજૂરો અને મિલના કારીગરો ઉપર ઝેરી ગેસની અસર થઈ છે. આ બનાવના અંગે લગભગ 10 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. તમામને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ટેન્કર અંકલેશ્વર દહેજથી આવ્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ખાડી નજીક હોવાથી ડ્રેનેજમાં કેમિકલ ખાલી કરી રહ્યા હતા. ટેન્કરમાંથી વેસ્ટેજ કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું. આ બનાવ અંગે વિશ્વ પ્રેમ મિલના પ્રોડકશનના મેનેજરએ જણાવ્યુ હતું કે મિલ બહાર એક ટેન્કર ઊભું હતું જેની એક પાઇપ ડ્રેનેજ લાઇનમાં હતી. તે દરમિયાન અચાનક ગૂંગળામણ થતાં મિલના કારીગરો જમીન પર પાડવા લાગ્યા હતા. કેમિકલ ગેસની અસર આખી મિલમાં થઈ હતી.
![]() |
![]() |
![]() |











