Friday, November 6, 2026
HomeGeneral''How's The Josh'': PMની સુરક્ષા અંગે કોંગ્રેસના નેતાએ ટિપ્પણી કરતાં વિવાદ

”How’s The Josh”: PMની સુરક્ષા અંગે કોંગ્રેસના નેતાએ ટિપ્પણી કરતાં વિવાદ

- Advertisement -

નવજીવન નવી દિલ્હીઃ પંજાબ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા મામલે રાજકીય સંઘર્ષ છેડાઈ ગયો છે. ભાજપે પંજાબની કોંગ્રેસ સરકાર પર ગંભીર આરોપ લગાવતા વડાપ્રધાન મોદીનીસુરક્ષામાં ખામીની ઘટનાને કાવતરું ગણાવ્યું છે.


કૉંગ્રેસના એક નેતાના વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી ‘Modi ji,How’s the Josh?’. ઉપરાંત કોંગ્રેસેના અનેક નેતોએ આ બનાવ અંગે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ પર તીખી પ્રતિક્રિયા આપી છે.

- Advertisement -

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ ફિલ્મ “ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક”ના એક લોકપ્રિય ડાયલોગને ટાંકીને તેમની પોસ્ટમાં લખ્યું, ‘Modi ji,How’s the Josh?. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “કઈ વાતનો ઉત્સવ છે તેમને…. કઈ વાતનો જોશ છે…..દેશના વડાપ્રધાનને મૃત્યુની અણી પર લઈ ગયા હતા.”


તેમણે સવાલ કર્યો હતો કે પંજાબમાં કોંગ્રેસ સરકાર શેની રાહ જોઈ રહી હતી? કદાચ તેથી જ પરત ફરતી વખતે વડાપ્રધાને ચન્નીજી (મુખ્યમંત્રી)ને સંદેશ આપ્યો કે ‘હું જીવતો પાછો ફરી રહ્યો છું. આક્રોશ વ્યક્ત કરતા ઈરાનીએ કહ્યું કે, નાગરિકોના આશીર્વાદ અને તેમના વોટના બળથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે. તેમણે કહ્યું, “…જો તમે તેમનો નાશ કરવા માંગતા હો, તો ચૂંટણીમાં કરતાં. આયોજનની શું જરૂર હતી?


જો કે, કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ તેમના ટ્વીટ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમનું ટ્વીટ સુરક્ષાની ખામી વિશે મજાક નથી. તેમણે કહ્યું કે , “જ્યારે મેં બપોરે 2:37 વાગ્યે ટ્વિટ કર્યું, ત્યારે તમામ ન્યૂઝ ચેનલો પીએમની રેલીમાં ખાલી પડેલી ખુરશીઓના સમાચાર ચલાવી રહી હતી… મેં તેના વિશે ટ્વિટ કર્યું હતું નહીં કે સુરક્ષાની ભૂલ વિશે. તે જ સમયે, કોંગ્રેસે આરોપ લગાવ્યો કે જો પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભીડ ન આવી, તો સુરક્ષામાં ખામીના બહાને આ જાહેરસભા રદ કરવામાં આવી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular