Sunday, May 3, 2026
HomeGujaratGandhinagarગુજરાતમાં મહાનગરપાલિકાની 3 અને નગરપાલિકાની 29 બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત

ગુજરાતમાં મહાનગરપાલિકાની 3 અને નગરપાલિકાની 29 બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News : ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 2 મહાનગરપાલિકાની 3 બેઠક અને 18 નગરપાલિકાની 29 બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ પેટા ચૂંટણીનું મતદાન 6 ઓગસ્ટે થશે, જ્યારે મતગણતરી 8 ઓગસ્ટના રોજ થશે. આ ચૂંટણીની જાહેરાત આજે રાજ્ય ચૂંટણી આયોગે કરી છે. જોકે હજી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓની જાહેરાતો બાકી છે.

રાજ્ય ચુંટણી આયોગે આજે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20ની એક બેઠક અને રાજરોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 15ની બે બેઠકોનો સમાવેશ થાયે છે. સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 20માં ભાજપના એક કોર્પોરેટર જયેશ જરીવાલાનું 22 મે 2022ના રોજ અવસાન થયું હતું. જેના કારણે વોર્ડ નંબર 20માં ચારના બદલે ત્રણ જ કોર્પોરેટર રહ્યાં છે. જેથી વોર્ડ નંબર 20ની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી જાહેર કરવા આવી છે. નગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, નર્મદા, બનાસકાંઠા, અરવલ્લી, આણંદ, પાટણ, પોરબંદર, ખેડા, મહેસાણા, કચ્છ, પંચમહાલ અને ગીરસોમનાથ જિલ્લાઓની નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી યોજાશે.

- Advertisement -

રાજ્ય ચૂંટણી આયોગે રાજરોટ અને સુરત સહિત નગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક પણ કરી દીધી છે. આગામી 17 જુલાઈથી પેટા ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, આ ચૂંટણી માટે ઉમેદવાર માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 જુલાઈ છે. જ્યારે 24 જુલાઈએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે, 25 જુલાઈ સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular