નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી (Khatdi) ખાતે ટ્રેનની અડફેટ (train collision) આવતા 8 પશુઓના મોત નિપજ્યાં છે. ઉપરાંત આ ઘટનામાં એક વ્યક્તિ પણ ઘાયલ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરના ખાટડી ગામ નજીકથી પસાર થઈ રહેલી રેલવે લાઈન પર અકસ્માતની ઘટના સામે આવી હતી. આજે સવારે 9 વાગ્યા આસપાસ 10 જેટલા પશુઓ રેલવે લાઈન ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન સાથે પશુઓની અથડામણ થતા 8 પશુના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ પણ ઘાયલ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
મહત્વની વાત છે કે ગત દિવસોમાં વંદેભારત ટ્રેનની અડફેટે પણ પશુઓ ચઢી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગરમાં ટ્રેન અકસ્માતમાં (Surendranagar Train Accident) 8 પશુ મોતને ભેટ્યા છે. આ ઘટનાને પગલે આસપાસના રહિશોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તેમજ માલધારીના પશુ મોતને ભેટતા માલધારી પણ પીડાજનક સ્થિતીમાં મુકાયો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








