Sunday, June 7, 2026
HomeGujaratસલામત સવારી બની અસલામત, ક્યાંક બસો અથડાઈ તો ક્યાંક આધેડને અડફેટે લીધા

સલામત સવારી બની અસલામત, ક્યાંક બસો અથડાઈ તો ક્યાંક આધેડને અડફેટે લીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવસારી: ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડતી ‘સુરક્ષિત સવારી ST અમારી’ જેવા સ્લોગન સાથે હાઈવે પર દોડતી ST બસ અસલામત બની હોય તેવી રીતે અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતના (Surat) નવસારી (Navsari) પાસે બે ST વચ્ચે અકસ્માતની (Bus Accident) ઘટના સામે આવી છે. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જ્યારે એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. બસો વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બસ ચાલકો બસ મૂકી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસને (Navsari Police) થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમ્રગ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. જો અકસ્માત ભીષણ થયો હોત તો મોટી જાનહાનિ પણ સર્જાઈ શકતી હતી. બીજી તરફ ST બસોના અકસ્માત પાછળ તેમની બેફામ ગતિ પણ કારણભૂત માનવામાં આવી રહી છે. જેને લઈ સલામત સવારીમાં મુસાફરી કરવી લોકો માટે જીવના જોખમ સમાન બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ચારપુલ ખાતે સવારે 10 વાગ્યાની આસપાસ દમણ ગંગાની ST બસો એકબીજાથી સામસામે અથડાઈ હતી. જોકે ગતિ નિયંત્રણમાં હોવાથી સદનીસબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ બસમાં મુસાફરી કરેલી એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાના પગલે આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. જોકે ભીડનો લાભ લઈ બંને બસ ચાલકો બસ મૂકી ભાગી ગયા હતા. લોકોએ બસમાંથી ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢી નવસારીની સરકારી હોસ્પિટલમાં એમ્બયુલેન્સ મારફતે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બસ અકસ્માતની જાણ લોકોએ પોલીસને કરતા ટાઉન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. કયા કારણોસર બસો વચ્ચે અકસ્માત થયો છે. તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાઈવે પર બેફામ બની દોડતી ST બસના ચાલકોના કારણે અવાર-નવાર રોડ અકસ્માતની ઘટના બનતી હોય છે. જેમાં બસની અંદર કે પછી માર્ગ પરથી પસાર થતાં લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે.

- Advertisement -

આજરોજ અમદાવાદના એસ. જી. હાઈવે પર સાયકલ લઈને જતા સિક્યુરિટી ગાર્ડને ST બસે ટક્કર મારી હતી, જેના કારણે સિક્યોરીટી ગાર્ડ ગંભીર રીતે ઘયાલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નજીક આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે આધેડને મૃત જાહેર કર્યો હતો. હાલ આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular