નવજીવન ન્યૂઝ.વડોદરા: ગુજરાતમાં વધુ એકવાર નવજાત શિશુની હત્યા કરવાની ઘટના સામે આવી છે. જ્યાં વડોદરાના (Vadodara) બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી વંદના પ્રથામિક શાળાના પાણીના પીપડામાંથી નવજાત શિશુનો મૃતદેહ (Newborn baby body) મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. જે ઘટનાથી શાળામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ લોકોએ પોલીસને કરતા બાપોદ પોલીસની (Bapod Police) ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. નવજાત બાળકના મૃતદેહનો કબ્જો મેળવી આ બાળક કોનું છે? કોણે હત્યા નિપજાવી છે? કેમ આટલા નાના ફૂલ જેવા બાળકની હત્યા નિર્દયતાથી કરી હશે? તે તમામ બાબતે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : જનેતાએ જ નવજાત શીશુને ચાંદખેડાના બિલ્ડીંગ પરથી ફેંકી હત્યા કરી! ચોંકાવનારું કારણ આવ્યું સામે
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલી વંદના પ્રાથમિક શાળામાં અંદર મુકેલા પાણીના પીપડામાંથી આજે સવારના સમયે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ ત્યારે મળી આવ્યો હતો જ્યારે સ્થાનિક યુવક શાળાના પીપડામાં પાણી ભરવા ગયો હતો. ત્યારે પીપડામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા યુવકે બૂમાબૂમ કરી હતી. જેના પગલે આસપાસના રહીશો પણ દોડી આવ્યા હતા. લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા બાપોદ પોલીસનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ તપાસ કરવા સાથે નવજાત બાળકના મૃતદેહને ફોરેન્સીક તપાસ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
રહીશોની શંકાના અધારે આ બાળકને કોઈ રાત્રીના સમય પાણીના પીપડામાં ફેંકી ગયું હોવાનો અંદાજો લગવામાં આવી રહ્યો છે. આ મામલે બાપોદ પોલીસ રહીશોના નિવેદન નોંધી પ્રથામિક શાળાના આસપાસ આવેલા CCTV કેમેરાની મદદથી તપાસ હાથધરી છે. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ બાળક 9 માસનું તાજું છે.હાલ આ બાળકની હત્યા કોણે કરી છે? શું કામ કરી છે? તેમજ આજુબાજુની હોસ્પિટલ્સમાં પણ નવજાત જન્મેલા બાળકોના ડેટાને અધારે આ બાળકના માતા પિતાની ઓળખ કરવાની તપાસ હાથધરી છે.
તેમજ બાળકને ત્યજી દેનાર કોઈ અન્ય વ્યક્તિ છે કે પછી તેની માતા પિતા દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તે તમામ બાબતોને લઈ ઘૂંટાતું રહ્સ્ય છે. જે આગામી દિવસોમાં પોલીસ તપાસ દરમિયાન બાળકની હત્યા પાછળનું સાચુ કારણ બહાર આવી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








