Monday, May 25, 2026
HomeGujaratAhmedabadજનેતાએ જ નવજાત શીશુને ચાંદખેડાના બિલ્ડીંગ પરથી ફેંકી હત્યા કરી! ચોંકાવનારું કારણ...

જનેતાએ જ નવજાત શીશુને ચાંદખેડાના બિલ્ડીંગ પરથી ફેંકી હત્યા કરી! ચોંકાવનારું કારણ આવ્યું સામે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના ચાંદખેડાના (Chandkheda)માં 19 એપ્રિલના રોજ એક નવજાત શીશુને 10માં માળેથી ફેંકી હત્યા કરવામાં આવી હતી. હ્રદય હચમચાવી દે તેવી ઘટનામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં નવજાત શીશુને તેની માતાએ જ બિલ્ડીંગ પરથી નીચે ફેંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ હત્યાનું ચોંકાવનારું કારણ પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: નવજાત શિશુને 10માં માળેથી ફેંકી હત્યા! ચાંદખેડામાં કાળજું કંપાવનારી ઘટના

- Advertisement -

4 દિવસ પહેલા અમદાવાદના ચાંદખેડા વિસ્તારના સ્કાય વૉક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતા જ એપાર્ટમેન્ટના રહિશો ચોંકી ઉઠ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મામલાની જાણ પોલીસને કરવામાં આવતા ચાંદખેડા પોલીસ સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથે જ પોલીસે મામલાની તપાસ માટે એફ.એસ.એલ.ની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લીધી હતી. દરમિયાન પોલીસે એપાર્ટમેન્ટના રહિશોની તપાસ શરૂ કરી હતી. જેમાં માહિતી સામે આવી હતી કે એપાર્ટમેન્ટમાં એક મહિલાની તાજેતરમાં પ્રસુતી થઈ છે.

પોલીસે આ દિશામાં તપાસ આગળ વધારી મહિલાની પુછપરછ કરતા મહિલા ભાંગી પડી હતી અને સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં મરણજનાર શીશુની માતા જ હત્યારી હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો હતો. આ મહિલાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે શીશુની બાથરૂમની બારીમાંથી ફેંકી દઈ હત્યા કરી નાખી હતી.

હત્યા કરવા પાછળના કારણની કબૂલાત આપતા મહિલાએ જણાવ્યું હતું કે, તે થોડા સમય પહેલા જ અમદાવાદમાં રહેવા આવી હતી. આ પહેલા તે એક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતી હતી. જ્યાં તેના સાથી કર્મચારી સાથે પ્રેમ થયો હતો. આ પ્રેમી સાથે તેના સબંધો આગળ વધ્યા હતા અને તેના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. બાદમાં આ પ્રેમ સબંધના પરિણામ સ્વરૂપ તેને બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ આ બાળક તેના પ્રેમીનું છે તે વાત તેના પરિવારની જાણમાં ન આવે માટે તેને નવજાત શીશુને બાથરૂમની બારીમાંથી ફેંકી હત્યા કરી નાખી હતી.

- Advertisement -

ચાંદખેડા પોલીસે મહિલાની કબૂલાત બાદ મહિલા વિરૂધ્ધ બિલ્ડીંગના રહિશની ફરિયાદના આધારે આઈ.પી.સી.ની કલમ 302 અને 318ની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ માહિતી મળી રહી છે કે મહિલાનો પ્રેમી હાલ ઉઝબેકિસ્તાનમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપનીમાં નોકરી કરી રહ્યો છે. પોલીસ આ પ્રેમીને પણ તપાસ માટે બોલાવી પુછપરછ કરી આગળની કાર્યવાહી કરશે. ઉપરાતં પોલીસ એફ.એસ.એલ. રિપોર્ટની પણ રાહ જોઈ રહી છે. હાલ મહિલાની તબિયત નાદૂરસ્ત હોય મહિલા હોસ્પીટલમાં સારવાર મેળવી રહી છે. સારવાર બાદ પોલીસ વિધિવત રીતે આરોપી માતાની ધરપકડ કરી કાર્યવાહી કરશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular