Thursday, June 4, 2026
HomeGujaratRajkotએટ્રોસિટી કોર્ટે નિત્યસ્વરૂપ સ્વામી સહિત 3 લોકો સામે આજીડેમ પોલીસને ફરિયાદ નોંધવા...

એટ્રોસિટી કોર્ટે નિત્યસ્વરૂપ સ્વામી સહિત 3 લોકો સામે આજીડેમ પોલીસને ફરિયાદ નોંધવા આપેલા હુકમને હાઈકોર્ટે આપ્યો સ્ટે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટના (Rajkot) સરધાર સ્વામીનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપ (Nitya Swarup Swami) સહિત ત્રણ લોકો સામે એટ્રોસિટી કોર્ટે (Atrocity Court) ફરિયાદ નોંધવા કરેલા ઓર્ડરને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સ્ટે આપી સ્વામીને રાહત આપી છે. નિત્યાસ્વરૂપ સ્વામીએ હાઈકોર્ટમાં એટ્રોસિટી કોર્ટના આદેશને પડકારતી અરજી કરી હતી. જે અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે મહત્વના નિર્દેશ કરતા હાલ સ્વામી સહિત ત્રણ લોકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સરધાર સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલી જમીનના માલિક બિપીન મકવાણાએ સ્વામી સહિત તેમના અનુયાયીઓએ તોડફોડ કરી હોવાના આક્ષેપ કર્યા હતા અને આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવા ગયા હતા. જોકે પોલીસે ફરિયાદ ન નોંધાતા પિડીત એટ્રોસિટી કોર્ટમાં અરજી કરી હતી. ત્યાર બાદ એટ્રોસિટી કોર્ટે 7 દિવસની અંદર આજીડેમ પોલીસને (Aji Dam Police) સ્વામી સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધવા નિર્દેશ કર્યા હતા, જે નિર્દેશ પર હાલ હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે.

મળતી માહિતી મુજબ, 3 ડિસેમ્બર 2021ના રોજ રાજકોટના સરધાર ગામમાં સ્વામીનારાયણ મંદિર બાજુમાં આવેલી બિપીન મકવાણાની જમીનમાં સાધુઓ દ્વારા કોઈ કારણોસર તોડફોડ કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ મામલે ફરિયાદી આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા. પોલીસે તેમની ફરિયાદ લેવાના બદલે સાદી અરજી લઈ નિકાલ કર્યો હતો. જોકે ફરિયાદીને ન્યાય ન મળતા જાન્યુઆરીમાં ફરિયાદીએ ન્યાયની અપેક્ષા સાથે એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટમાં નિત્યાસ્વરૂપદાસ સ્વામી સહિત ત્રણ લોકો સામે અરજી કરી હતી.

- Advertisement -

આ મામલે એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે ફરિયાદીની અરજી પર સુનાવણી કરતા તોડફોડ અને નુકશાન મામલે આજીડેમ પોલીસને નિત્યાસ્વરૂપદાસ સ્વામી સહિત 3 લોકો સામે તોડફોડ, એટ્રોસિટી અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 7 દિવસની અંદર કોર્ટેમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular