નવજીવન ન્યૂઝ. અમરેલી: અમરેલી (Amreli) જિલ્લાના ધારી (Dhari) તાલુકાના કમી કેરાળા ગામમાં ‘ખૂન કા બદલા ખૂન’ જેવી ઘટના સામે આવી છે. મૃતકના દીકરાએ થોડા સમય પહેલા આરોપીના પુત્રને રીક્ષા વડે અડફેટે લેતા આરોપીના પુત્રનું મૃત્યુ થયું હતું. આ બાબતનો ખાર રાખી આરોપીએ પોતાના ત્રણ જેટલા સાગરિતો સાથે મળી અકસ્માત સર્જનાર યુવકના પિતાને જાહેરમાં લોખંડ ઓજારા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બદલો વાળવા માટે થયેલી હત્યાની ઘટનાથી સમ્રગ ગામમાં ખળભળાટ મચી ગયો છે. હત્યાની ઘટનાના પગલે ફરિયાદીએ ચલાલા પોલીસ સ્ટેશનમાં ત્રણ જટેલા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે તપાસ હાથધરી છે.
બનાવની વિગત મુજબ, મૃતક તેજારામના પુત્ર લવજીએ થોડા સમય પહેલા આરોપીના પુત્ર સાથે અકસ્માત સર્જતા તેનું મૃત્યુ થયું હતું. આ બાબતનો ખાર રાખી આરોપી હસમુખ રાઠોડ ખૂબ જ ઉશ્કેરાયો હતો. તેણે પોતાના સાથીઓ સાથે મળી પુત્રની મોતનો બદલો લેવા લવજીના પિતા તેજારામ પર લોખંડના ઓજાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે મૃતકનો ભત્રીજો પણ છોડવવા વચ્ચે પડ્યો હતો. ત્યારે આરોપીએ તેના પર પણ હુમલો કર્યો હતો. તેજારામને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેજારામને મૃત્યુ જાહેર કર્યા હતા.
હત્યાની ઘટનાને પગલે તેજારામના ભત્રીજાએ સમ્રગ મામલે ચલાલા પોલીસે સ્ટેશન ખાતે 3 જેટલા આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ટીમ કાર્યરત કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








