Thursday, April 16, 2026
HomeGujaratSuratસુરતમાં પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકોની ગૂંગળામણથી હાલત ગંભીર, જીવન-મરણ વચ્ચે...

સુરતમાં પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકોની ગૂંગળામણથી હાલત ગંભીર, જીવન-મરણ વચ્ચે લડી રહ્યા છે લડાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) ઉધના વિસ્તારમાં એક વ્યક્તિના ત્યાં પીવાની પાણીની ટાંકી સાફ સફાઈ કરવા ટાંકીમાં ઉતારેલા બે જેટલા શ્રમિકો (laborers) ગૂંગળામણના (suffocation) કારણે બેભાન થઈ ગયા હતા. શ્રમિકોની કોઈ ગતિવિધિ ન દેખાતા તેણે ટાંકીમાં જોતા બંને બેભાન હાલતમાં પડેલા હતા. આ અંગે તાત્કાલિક તેણે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને શ્રમિકોને બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. હાલ બંને શ્રમિકોની હાલત ગંભીર માનવમાં આવી રહી છે, તેઓ જીવન મરણ વચ્ચે વેન્ટિલેટર પર ઝોલા ખાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક વિગતો મુજબ, સુરતના ઉધના ઇન્સ્ટ્રીયલ વિસ્તારમાં આજરોજ સવારે 10 વાગ્યાના આસપાસ બે જેટલા શ્રમિકો જયંતી બાલદા નામના યુવકના ત્યાં 10 ફૂટ ઉંડી પાણીની ટાંકી સાફ કરવા માટે ઉતાર્યા હતા. સફાઈ દરમિયાન અચાનક ગૂંગમણથી થતાં શ્રમિકો બેભાન થઈ ટાંકી ઢળી પડ્યા હતા. જોકે શ્રમિકોની કોઈ આવાજ ન આવતા યુવકે ટાંકીમાં તપાસ કરી હતી, તે દરમિયાન બંને યુવકો બેભાન અવસ્થામાં ટાંકીમાં પડેલા જોવા મળ્યા હતા. જેના પગલે યુવકે તાત્કાલિક સુરત ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને શ્રમિકોને ટાંકીમાંથી બહાર કાઢી શ્રમિકોને હોશમાં લાવવા ફાયરના જવાનો CPR પંપ પણ કર્યા હતા, ત્યાર બાદ એબ્યુલેન્સ મારફતે બંને શ્રમિકોને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.

- Advertisement -

હાલ બંને શ્રમિકો હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. હાલ તેમની હાલત ગંભીર માનવમાં આવી રહી છે. ફરી એકવાર કોઈ પણ પ્રકારના સેફટી સાધનો વગર શ્રમિકોને ટાંકી ઉતારી દેતા લોકો સામે કાર્યવાહીની માગ ઉઠી છે. ઘણી વાર કેટલાક શ્રમિકો પેટિયું રળવા માટે જીવના જોખમે કામગીરી કરતા હોય છે. આ પ્રકારની ઘટનાનો ભોગ બનતા હોય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular