નવજીવન.ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી સમયમાં વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) યોજાવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટની (Gujarat Vibrant Summit) તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગઈકાલે ગુજરાત સરકારના 5 IAS અધિકારીઓ કોરોનાથી સંક્રમીત થયા હતા. આ 5 અધિકારીઓ વાઈબ્રન્ટ સમિટ સાથે પણ જોડાયેલા હતા. અધિકારીઓ કોરોના સંક્રમીત થવાને કારણે આજે ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠક મળવાની હતી તે પણ રદ કરવામાં આવી છે.
આગામી સમયમાં ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ (Gujarat Vibrant Summit) હોવાને કારણે સ્વર્ણિમ સંકુલમાં મોટી સંખ્યામાં મુલાકોતીઓની અવર-જવર ચાલુ હોય છે જેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના વધી જાય છે. ગઈકાલે ગુજરાતના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સંક્રમીત થયા હતા ત્યાર બાદ જે પી ગુપ્તા, હરિત શુક્લા, જયપ્રકાશ શિવહરે અને રાજકુમાર બેનીવાલ આ 5 IAS અધિકારીઓ પણ કોરોનાથી સંક્રમીત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
એક તરફ વાઈબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને સ્વર્ણિમ સંકુલમાં અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચે મીટીંગનો દોર ચાલી રહ્યો છે તો બીજી તરફ સરકારના આ 5 અધિકારીઓ કોરોના સંક્રમીત થતાં કોરોના વધવાની સંભાવના વધી ગઈ છે. આવા સંજોગોમાં સરકારે તકેદારી પૂર્ણ પગલા લાવા જોઈએ અને વાઈબ્રન્ટ સમિટ કરતા કોરોના સંક્રમણને ઘટાડવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાતમાં કોરોનાનાં કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો. જો આ પરીસ્થીતીમાં રાજ્ય સરકાર યોગ્ય ધ્યાન નહીં આપે તો સ્થીતી વધારે વકરી શકે છે. ગુજરાતમાં જેવી રીતે કેસ વધી રહ્યા છે તે જોતા સ્થીતીને કાબુમાં રાખવા માટે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન અનીવાર્ય કરવું જોઈએ.
![]() |
![]() |
![]() |











