Thursday, April 16, 2026
HomeGujaratRajkotરાજકોટમાં વધુ એકવાર સ્વામીનારાયણ મંદિરના સાધુ વિવાદમાં સપડાયા, જાણો કારણ

રાજકોટમાં વધુ એકવાર સ્વામીનારાયણ મંદિરના સાધુ વિવાદમાં સપડાયા, જાણો કારણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: થોડા દિવસો અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગવલ્લભ સ્વામી સામે છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે રાજકોટના (Rajkot) વધુ એક સ્વામી વિવાદમાં સંપડાયા છે. સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટ (atrocity special court) દ્વારા સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યાસ્વરૂપદાસ સ્વામી અને અન્ય ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવા માટે આજીડેમ પોલીસને હુકમ કર્યો છે. તેમજ 7 દિવસની અંદર ગુનો નોંધીને કોર્ટમાં અહેવાલ રજૂ કરવા માટે પણ કોર્ટે પોલીસને જણાવ્યુ છે. કોર્ટે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ છે કે આરોપીઓ સામે એટ્રોસીટી અને રાયોટિંગ સહિતની કલમો મુજબ ગુનો નોંધવામાં આવે.

મળતી માહિતી મુજબ, 3 ડિસેમ્બર 2021ના રોજ રાજકોટના સરધાર ગામમાં સ્વામીનારાયણ મંદિર બાજુમાં આવેલી બિપિન મકવાણાની જમીનમાં સાધુઓ દ્વારા કોઈ કારણોસર તોડફોડ કરવામાં આવી હતી અને ફરિયાદીની જમીનમાં લાખો રૂપિયાનો નુકશાન પહોંચડ્યું હતું. આ મામલે ફરિયાદી આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા ગયા હતા. જ્યાં પોલીસે તેમની ફરિયાદ લેવાના બદલે સાદી અરજી લઈ નિકાલ કર્યો હતો. જોકે ફરિયાદીને ન્યાય ન મળતા 14 જાન્યુઆરીની આસપાસ ફરિયાદીએ ન્યાયની અપેક્ષા સાથે એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટમાં નિત્યાસ્વરૂપદાસ સ્વામી સહિત ત્રણે લોકો સામે અરજી કરી હતી.

- Advertisement -

આ મામલે આજે એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે ફરિયાદીની અરજી પર સુનાવણી કરતા તોડફોડ અને નુકશાન મામલે આજીડેમ પોલીસને નિત્યાસ્વરૂપદાસ સ્વામી સહિત 3 લોકો સામે તોડફોડ, એટ્રોસિટી અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 7 દિવસની અંદર કોર્ટેમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. જેને લઈ આગામી દિવસોમાં સ્વામીનારાયણ મંદિરના સાધુઓની મુશ્કેલી વધી શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular